Gondal, તા.31
વૈષ્ણવી નગરી ગોંડલના આંગણે નવનિર્મિત શ્રી ગોવિંદકુંજ હવેલી ખાતે શ્રી પુરષોતમ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે 1 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી સુધી શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે તેને લઈને ગત રાત્રીના જેતપુર રોડ પર દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સમાજના આગેવાનો, અલગ અલગ સામાજિક સંસ્થાઓના આગેવાનો, ઉદ્યોગપતિઓ, મહિલા મંડળો અને યુવાનો સાથે કાર્યક્રમની રૂપરેખાઓ જણાવવામાં આવી હતી. જેમાં કથાના મુખ્ય મનોરથી અને પૂર્વ સાંસદ રમેશભાઇ ધડુક ઉપસ્થિત રહ્યા હતા.
ગોંડલ ખાતે નવનિર્મિત શ્રી ગોવિંદકુંજ હવેલીના પુરૂષોત્તમ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે આ શ્રીમદ્ ભાગવત કથામૃત મહોત્સવ અને છપ્પનભોગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આચાર્યપીઠ ઉપર બિરાજી વૈષ્ણવાચાર્ય પરમ પૂજય ગોસ્વામી 108 શ્રી ગોવર્ધનેશજી મહોદય પોતાની મધુર વાણીમાં કથાનું રસપાન કરાવશે. કથાના સમય બપોરે 3 થી 6 વાગ્યા સુધી રહેશે તો શ્રીજી મનોરથ માટે સમય સાંજે 6.30 થી 7.30 સુધી રહેશે. કથાની 1 જાન્યુઆરીએ ભવ્ય પોથીયાત્રા નીકળશે.