Gondal . તા.31
ગોંડલ નગરપાલિકાના પંમ્પીંગ સ્ટેશનમાંથી રૂ.1.61 લાખના કેબલ વાયરની ચોરી કરી અજાણ્યા તસ્કરો નાસી છૂટતાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી બે તસ્કરોને દબોચી લઈ પુછતાછ હાથ ધરી હતી.
બનાવ અંગે ગોંડલના નાગડકા રોડ પર તિરૂમાલા ગોલ્ડ સોસાયટી શેરી નં-3 માં રહેતા વીપુલભાઈ ગોબરભાઈ પાદરીયા (ઉ.વ.34) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ નગર પાલીકાના ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાકટ સંભાળતી કપંની જાનવી કન્ટ્રકશનમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. જાનવી કન્ટ્રકશન કંપની ગોંડલ નગરપાલીકાની હદમાં આવેલ વિસ્તારમાં ગટર સફાઈ વિગેરે કામકાજ સંભાળવાનુ કામ કરે છે.
ગઇ તા. 29 ના ગોંડલના વીજી મુસા દરગાહ રોડ ઉપર મેલડી માતાના મંદીરની બાજુમાં આવેલ પંમ્પીંગ સ્ટેશનમાં નોકરી કરતા શૈલેષભાઈનો ફોન આવેલ કે, પંમ્પીગ સ્ટેશન અંદર જવાનો મેઇન લોખડના દરવાજાનું તાળુ તોડી અંદર રહેલ પ્લાન્ટની મોટરના ત્રાંબાના કેબલ વાયર કોઇ ચોર કોઈ સાધન વડે કાપી તોડીને લઇ ગયેલ છે અને પ્લાન્ટ બંધ થઇ ગયેલ છે.
તેમ વાત કરતા તેઓ પ્લાન્ટ પર દોડી ગયેલ અને ત્યાં હાજર શૈલેષભાઇએ વાત કરેલ કે, રાત્રીના સાડા નવેક વાગ્યે હું પ્લાન્ટ ઉપર તાળુ મારી ગયેલ અને સવારે આવી જોયુ તો પ્લાટનો મેઇન દરવાજાનું તાળુ તુટેલ અને તેની અંદર આવેલ ચાર મોટરનો કેબલ કાપી નાખેલ અને કેબલ વાયર જોવામાં આવેલ નહી.
બાદમાં જોયેલ તો પંપીગ સ્ટેશનન પ્લાન્ટના મેઇન રૂમની અંદર જવાનો દરવાજો લાગથી વાળી એક તરફનો ખુણો ઉચો કરેલ જોવામાં આવેલ હતો. તેમજ પ્લાન્ટમાં 4 મોટરમાંથી કેબલનો વાયર પેનલ પાસેથી કાપી દરેક મોટરના બન્ને તરફના છેડેથી કાપી નાખેલ હાલતમાં જોવામાં આવેલ અને બેટરીના છેડા કાઢી નાખેલ હાલતમાં જોવામાં આવેલ હતા. જેમાં જાડો વાયર કેબલ કુલ 368 ફુટ જે રૂ. 1,61,500 નો મુદામાલ કોઈ અજાણ્યા ચોર પ્લાન્ટમાં ઘુસી ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઇ વિ. એન.જાડેજા અને ટીમે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં ચોરી કરનાર નરેશ ચારોલીયા અને વિજય ચારોલીયા નામના શખ્સની ધરપકડ કરી ચોરીનો તમામ મુદામાલ કબ્જે કરી પુછતાછ હાથ ધરી હતી.