સમાધાન માટે બોલાવી કર્યો હુમલો, સામાંપક્ષે વાહનમાં તોડફોડ : સામસામી ૧૨ શખ્સો સામે ગુનો નોંધાયો
Gondal,તા,07
ગોંડલ તાલુકાના ભુણાવા ગામે ક્રેનના ધંધાના મનદુઃખ સબબ ધીંગાણું ખેલાયું હતું. જેમાં બે યુવાનો ઘવાયા હતા તો સામાપક્ષે વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે સામસામી ફરિયાદના આધારે પોલીસે 12 શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભુણાવા ગામે આશાપુરા મંદિર પાછળ રહેતા વિશ્વરાજસિંહ ઉર્ફે સનીભાઈ ભરતસિંહ જાડેજા (ઉ.વ 30) દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભુણાવામાં રહેતા કૃષ્ણપાલસિંહ વિજયસિંહ જાડેજા હડમતાળામાં રહેતા અજયસિંહ ઉર્ફે અજુભા કેશુભા જાડેજા, અજુભાનો સાળો, દુષ્યંતસિંહ ઉર્ફે ભોલું (રહે. પાટીયાળી) વિજયસિંહ બચુભા જાડેજા(રહે. ભુણાવા),ભગીરથસિંહ ઉર્ફે ભગી અનિરુદ્ધસિંહ જાડેજા, ગોંડલ), મયુરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને દીગપાલસિંહ કેશુભા જાડેજા (રહે. હડમતાળા) ના નામ આપ્યા છે.ફરિયાદી બિલિયાળા ઘર ઢાબા પેટ્રોલ પંપમાં નોકરી કરે છે અને દોઢ માસ પૂર્વે તેણે ક્રેન લીધી હોય જે ગામમાં આવેલા કારખાનામાં ભાડે ચડાવે છે.ગઇ તા. 5/ 12 ના બપોરના બારેક વાગ્યા આસપાસ તે અહીં નેશનલ હાઈવે રોડ પર આવેલા પંપે હતો ત્યારે રાત્રિના દસેક વાગ્યે કૃષ્ણરાજસિંહ અને અજયસિંહ અહીં આવ્યા હતા અને યુવાનને કામ છે તેમ કહી બહાર બોલાવતા યુવાન અહીં હાઇવે રોડ પર જતા અહીં તે ત્રણેય ધંધા બાબતે વાતચીત કરતા હતા. અમારા વિસ્તારમાં કારખાના આવેલ છે ત્યાં ક્રેનનો ધંધો હું કરીશ અને તમારા વિસ્તારમાં મારી ક્રેન નહીં આવે. આવી વાતચીત ચાલતી હતી દરમિયાન આરોપી ઉશ્કેરાઇ ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. દરમિયાન અજયસિંહનો સાળો પાઇપ લઈને આવ્યો હોય તેને પાઇપ વડે યુવાનને માર માર્યો હતો. બાદમાં અહીં પંપમાં કામ કરતા અન્ય લોકો આવી જતા યુવાને વધુ મારામાંથી બચાવ્યો હતો. ત્યારબાદ તેણે પરિવારને જાણ કરતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે આ લોકોએ સમાધાન માટે બોલાવતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. યુવાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને પણ અહીં સારવારમાં લાવતા તેણે પૂછતા જણાવ્યું હતું કે, અમે સમાધાન માટે દિગપાલસિંહની ઓફિસે ગયા હતા ત્યારે અહીં આરોપીઓએ ઉશ્કેરાય ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ધોકા વડે હુમલો કરી દેતા ઇજા પહોંચી હોવાનું જણાવ્યું હતું. ધંધાકીય હરીફાઈનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.સામાપક્ષે ભુણાવામાં દરબારગઢ વિસ્તારમાં રહેતા વિજયસિંહ બચુભા જાડેજા દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભરતસિંહ બચુભાઈ જાડેજા, સિધ્ધરાજસિંહ નિરુભા જાડેજા, નરેન્દ્રસિંહ નીરૂભા જાડેજા અને યોગીરાજસિંહ ભરતસિંહ જાડેજાના નામ આપ્યા છે.