Gondal, તા.20
રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે નકલી ડોક્ટર ઝડપાયો છે. ગોંડલમાં ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર પકડાયો છે. એસઓજીની ટીમે ઇન્જેક્શન-દવાનો જથ્થો કબ્જે કરી 21 વર્ષીય હુઝૈફા દોઢીયાની ધરપકડ કરી છે.
હાલમાં અમદાવાદ શહેર ખાતેની ખ્યાતી હોસ્પીટલ ખાતેનું કૌભાંડ સામે આવેલ તેમજ કોઈ પણ પ્રકારના મેડીકલ અભ્યાસ વગર ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી લોકોની જીંદગી સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો તેમજ બોગસ હોસ્પીટલ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા ગુજરત સરકાર દ્વારા ખાસ પ્રકારની ઝુંબેશ ચલાવામાં આવી રહી છે.
જે અનુંસંધાને રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી કોઈ પણ પ્રકારના મેડીકલ સર્ટીફીકેટ રાખ્યા વગર લોકોની જીંદગી સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપાઈ હતી, તેમજ પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં આવા બોગસ ડોકટરો તેમજ બોગસ દવાખાના ધારકો સામે કેસો કરી યોગ્ય કાર્યવાહી કરવા સુચના અપાઈ હતી. જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટિમો તપાસમાં હતી.
દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે, ગોંડલ મોવિયા રોડ, બરકાતીનગરમાં આરોપી હુઝૈફા હુશેન દોઢીયા (ઉ.વ-21, રહે, ગોંડલ રાહે બરકાતીનગર) પ્રાયમરી હેલ્થ કેર સેન્ટર નામનું દવાખાનુ કોઇપણ ડોક્ટરી સર્ટી વગર ચલાવે છે. દરોડો પાડતા ગેરકાયદેસર પ્રેક્ટીસ કરતા ડોક્ટરને પકડી પાડી ગોંડલ એ. ડિવિઝન પોલીસ મથક ખાતે ખાતે ગુનો નોંધી દવાખાનામાંથી મળેલ ઇન્જેક્શન તથા સીરીજ તથા નાના-મોટા ગ્લુકોઝના બાટલાઓ તેમજ જુદા-જુદા રોગોની એન્ટીબાયોટીક દવાઓ મળી કુલ રૂ.14854નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
આ કામગીરી એસઓજી પીઆઇ એફ.એ.પારગી, પીએસઆઈ, બી.સી.મિયાત્રા, એએસઆઈ જયવીરસિહ રાણા, ઇન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ નીરજંની, અમિતભાઈ કનેરીયા, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઈ વેગડ, હિતેશભાઈ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા તથા શિવરાજભાઈ ખાચર, કોન્સ્ટેબલ વિજયગીરી ગૌસ્વામી, ચિરાગભાઈ કોઠીવાર, રઘુભાઈ ઘેડ ડ્રા.પો.હેડ.કોન્સ. નરશીભાઈ બાવળીયા દ્વારા કરવામાં આવી હતી.