Gondal, તા.27
ગોંડલમાં 16 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ફફભવદિફળફ આવ્યો હોવાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને પેટમાં દુ:ખાવો થતા હોસ્પિટલમાં ખસેડતા ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું. જે પછી સગીરાએ હકીકત જણાવી હતી જેમાં આધારે આરોપી યુવાન સામે ગુનો નોંધાયો છે.
16 વર્ષીય કિશોરી સાથે બે વખત ખેતર વિસ્તારમાં બળજબરી કરી શરીર સંબંધ બાંધી નરાધમે હવસ સંતોષી હતી. અજય નામના આરોપીને પકડવા ગોંડલ બી. ડિવિઝન પીઆઇ જે. પી. ગોસાઈના માર્ગદર્શન હેઠળ ટિમો દોડવાઈ છે.
આ અંગે પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ, ગોંડલ બી. ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા ખેતર વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયું હતું. આ અંગે ફરિયાદમાં અપાયેલી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશનો એક ખેતમજુર પરિવાર ગોંડલની આશાપુરા ચોકડી નજીક તુલસી સોસાયટી આસપાસના વિસ્તારમાં આવતા ખેતરમાં ખેતમજૂરી કામ કરતો હતો.
અહીં ખેતી કામ પૂર્ણ થતા અથવા અન્ય કોઈ કારણોસર આ પરિવાર અંદાજે બે મહિના પહેલાં અમરેલીના વડિયા પંથકમાં રહેવા ગયો અને અહીં ખેતમજૂરી કામે કરતો હતો. આ પરિવારની 16 વર્ષીય સગીરાને બેત્રણ દિવસ પેટમાં દુ:ખાવો રહ્યો હતો. જેથી તેની માતા સગીરાને વડિયાની સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. અહીં તબીબોએ સગીરાનું ચેકઅપ કર્યું હતું.
મેડિકલ રિપોર્ટમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા ડોકટરો પણ ચોંકી ગયા હતા. વડિયા સરકારી હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટએ વડિયા પોલીસને જાણ કરી હતી. સગીરાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે, ગત સપ્ટેમ્બર માસમાં સગીરા તેના પરિવાર સાથે ગોંડલ ખાતે રહેતી હતી. અહીં નજીકનાં ખેતરમાં જ અજય નામનો યુવાન રહેતો હતો. જે પણ મુળ મધ્યપ્રદેશનો વતની હતો.
અહીં ગોંડલમાં ખેતમજૂરી કરતો હતો. તેણે સગીરાને ભોળવી ખેતર વિસ્તારમાં એકલતાનો લાભ લઈ બે વખત બળજબરી કરી દુષ્કર્મ આચાર્યું હતું. વડિયા પોલીસે હકીકત આધારે કાયદા મુજબ ઝીરો નંબરથી એફઆઇઆર નોંધી હતી અને કાગળો ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકને ટ્રાન્સફર કર્યાં હતા. જેથી ગોંડલ બી. ડિવિઝન પોલીસે બી. એન. એસ. 64(1) અને બી. એન. એસ. 64(2) તેમજ પોક્સોની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.