બંને પક્ષે મળી મહિલા સહિત સાત શખ્સો સામે તાલુકા પોલીસ મથકમાં નોંધાતો ગુનો, ત્રણ ધવાયા
Gondal,તા.10
ગોંડલ તાલુકાના વાછરા ગામે જુના ઝઘડા નો ખાર રાખી બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે બંને પક્ષો મળી મહિલા સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હતું વિગત મુજબ ગોંડલ નજીક આવેલા વાસરા ગામે રહેતા ગીરીશભાઈ હમીરભાઇ સોલંકી એ ગામના શામજી ગાગજી સોલંકી, રોનક શામજી સોલંકી, નાનજી સોલંકી અને પિન્ટુ નાનજી સોલંકી સહિત શખ્સોએ માર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે શામાં પક્ષે નાનજી ગાગજી સોલંકી હમીર નારણ સોલંકી ગીરીશ હમીર સોલંકી અને સુમિતાબેન હમીરભાઇ સોલંકી સાહેબ તથા સક્ષોએ ધોકા વડે માસ માર્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને પરિવાર વચ્ચે અગાઉ ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી ગત કાલે વાછરા ગામે આવેલા સંત શ્રી વાઘ વિરામ સાહેબની જગ્યામાં ભજન નો ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે ગિરીશ સોલંકીના મિત્ર સાગરને કેમ છો તમે પૂછતા કે ત્યારે સોલંકી ને સારું લાગતા ઝઘડો કરેલ બાદ તેના પિતા શામજી ને વાત કરતા હોય શખ્સ આવી બને પરિવાર વચ્ચે મારા મારીને ઘટના સામે આવી છે પોલીસે બંને પરિવારના સકસો સામે ગુનો નોંધી ધરપકડ કરવા દોડધામ આદરી છે