ભાજપના તત્કાલીન નેતા વિનુ શિંગાળાએ રાજવાડીએ જમીન લીધા બાદ નવ શખ્સ ધસી જઇ તોડફોડ, લૂંટ કરી હવામાં ફાયરિંગ કર્યું ‘તું
Gondal,તા.10
ગોંડલ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર રાજવાડીનો કબજાના પ્રશ્ન થયેલા હુમલા, તોડફોડ, લુંટ અને આર્મસ એક્ટના સહિત ગંભીર ગુનાનો કેસ સ્થાનિક અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. ગોંડલ શહેર ખાતે આવેલી રાજવાડીનુ તત્કાલીન ભાજપ અગ્રણી વિનુભાઈ શિંગાળાએ વેચાણથી ખરીદ કર્યા બાદ કબજાના પ્રશ્ન હુમલા, તોડફોડ, લુંટ અને આર્મસ એક્ટના સહિત ગંભીર
જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા(વડીયા), અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા , પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ગીરીશભાઈ સંતરામભાઈ અગ્રવાલ, (રહે.અમદાવાદ), રામભાઈ રણમલભાઈ આહીર , સાલ્મીનભાઈ સીરાઉદીન પઠાણ રમેશભાઈ ધરમશીભાઈ ઠક્કર ,જયરાજભાઈ ડોસણભાઈ બસીયા (રહે. રાજકોટ )અને રાઘવેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (રહે. સોડીયા) શખ્સ હુમલા, તોડફોડ, લુંટ અને હવામાં ફાયરિંગ કર્યા અંગેની રામજીભાઈ પ્રાગજીભાઈ મારકણાએ તા.૧૮/૦૨/૨૦૦૨ના ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તમામ શખ્સ એકસંપ કરીને લાકડી, ધારીયા, પાઈપ, તલવાર અને તમંચા જેવા હથીયારો સાથે બનાવવાળી રાજવાડીનો કબજો કરવા ઉદેશ સાથે બુલેટ, જીપ અને કાર સાથે ઘસી તમંચા માંથી હવામાં ફાયરીંગ કરીને અને ટેલીફોન, ટીવી અને બારી દરવાજાની તોડફોડ કરી અને રાજવાડી અમારા બાપની છે,જો કોઈ આનો કબજો લેવા આવશે તો અહીંથી જીવતા નહી જવા દઈએ. તેવું ફરિયાદમાં જણાવ્યું હતું ફરીયાદ ઉપરથી સીટી પોલીસે ગુન્હો નોધી ધરપકડ કરી હતી. .આ પોલીસ દ્વારા ચાર્જસીટ રજૂ કરવામાં આવેલું હતું, બાદ આરોપી સામે કોર્ટ દ્વારા કેસ ચાર્જફ્રેમ કરી કેસ ચલાવવામાં આવ્યો હતો, પ્રોસીક્યુશન દ્વારા સાહેદોને તપાસમાં આવ્યા હતા, પ્રોસીક્યુશનના નજરે જોનારા સાહેદો તપાસ કનારનાર અધિકારી વિગેરેની બચાવપક્ષના વકીલ દ્વારા ઝીણવટભરી ઉલટ તપાસ કરવામાં આવેલ હતી, બચાવ પક્ષના વકીલ દ્વારા નજરે જોનારા સાહેદોના ૧૬૪ તેમજ ૧૬૧ ના નિવેદનમાં વિરોધાભાસ હોય જે અંગે કોર્ટનુ ધ્યાન દોર્યું હતું. પ્રથમ દર્શનીય પુરાવો ક્યાંય રેકર્ડ ઉપર નથી તેમજ વિવિધ કોર્ટના ચુકાદાઓ ટાંકીને રજૂઆત કરેલી અને વિવિધ મુદ્દા ઉપર ધારદાર દલીલો કરવામાં આવી હતી.કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળીને બચાવપક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ગોંડલના સેશન્સ જજ એમ.એ.ભટ્ટી તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આરોપીના વકીલ તરીકે ગોંડલના વિજયરાજસિંહ એસ.જાડેજા, એચ.કે.ચનિયારા અને કલ્પેશભાઈ એ.ચનિયારા રોકાયેલા હતા.