પિતા-પુત્રને રાજકોટથી ગોંડલ જતી વેળાએ નડ્યો અકસ્માત,પરિવારમાં કલ્પાંત
Rajkot,24
રાજકોટ-ગોંડલ હાઇવે પર સડક પીપળીયા નજીક કાર ટ્રકમાં ઘુસી જતા પિતા-પુત્રને ઇજા થઇ હતી જેમાં 11 વર્ષના પુત્રને ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્રણ દિવસની સારવાર બાદ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ ગોંડલમાં ચોક્સી સોસાયટીમાં રહેતા જગદેવસિંઘ વીરડે અને તેનો 11 વર્ષનો પુત્ર રણવીસિંઘ ગત તા.21ના રોજ રાજકોટ કોઈ કામ સબબ આવ્યા હતા અને પરત ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે સડક પીપળીયા નજીક પિતાને ડ્રાઇવિંગ દરમિયાન ઝોકું આવી જતા કાર આગળ જતા ટ્રકમાં ઘુસી ગઈ હતી અકસ્માતના પગલે અન્ય વાહન ચાલકો દોડી આવ્યા હતા અને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા જગદેવસિંઘને સામાન્ય ઇજા થઇ હતી જયારે પુત્રને ગંભીર ઇજા થવાથી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ દવારા ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. મૃત્યુ પામનાર રણજિત બે ભાઈ એક બહેનમાં બીજા નંબરે હતો અને અભ્યાસ કરી રહ્યો હતો. પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે. આગળની તપાસ માટે ગાંધીગ્રામ પોલીસે કાગળો ગોંડલ પોલીસને મ, મોકલી આપ્યા છે.