Gondal,તા.30
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા આશાબેન બગડાના લગ્ન વર્ષ 2015 માં અમરેલી ના ધારી ગામે પ્રેમપરા રહેતા સાગરભાઈ રમેશભાઈ દાફડા સાથે થયા હતાં પરંતુ પતિનાં ત્રાસથી કંટાળી માવતરે ચાલ્યા જતાં બે સગીર પુત્રોનો કબ્જો રમેશભાઈ દાફડા પાસે હોય છે યથાવત રાખવા ગોંડલ મહે.ચીફ.જયુડી મેજીની કોર્ટએ હુકમ કર્યો હતો અને માતાની અરજી કોર્ટએ નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
આ કેસની બનાવની ટુંકી વિગત મુજબ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા વજુભાઈ બગડાની પુત્રી આશાબેનના લગ્ન અમરેલીના ધારી પ્રેમ પરામાં રહેતા રમેશભાઈ જીવાભાઈ દાફડા ના પુત્ર સાગરભાઈ સાથે વર્ષ 2015 માં થયાં હતાં લગ્ન જીવન દરમિયાન સંતાનમાં બે પુત્રો નો જન્મ થયો હતો યશ ઉ.વ.9 અને શિયાંસ ઉ.વ.3ને સાથ આશાબેન પોતાના માવતર સુલતાનપુર બે સગીર પુત્રોનો સાથે લઈને જતા રહેલ બાદમાં જે તે વખતે સમાધાન કરી પુત્રોનો કબ્જો દાદા દાદીને સોંપી આપવામાં આવ્યો હતો ત્યાંરબાદ ગોંડલ કોર્ટમાં સગીર પુત્રોનો દાદા રમેશભાઈ પાસેથી પુત્રો નો કબ્જો મેળવવા માતાએ ગોંડલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
માતાએ સગીર પુત્રોનો કબ્જો મેળવવા બી.એસ.એસ.એન.ની કલમ 100 મુજબ સર્ચ વોરંટથી અરજી દાખલ કરતાં કોર્ટમાં ચાલી જતાં સગીર પુત્રોનો કબ્જો છુટાછેડા અને વિવિધ કોર્ટનાં ચુકાદાઓ ધ્યાનમાં લઈ પુત્રોનો કબ્જો દાદા રમેશભાઈ પાસે રાખવાનો અને. માતાની. અરજી. ગોંડલમહે.ચીફ.જયુડી.મેજી.ની કોર્ટએ નામંજૂર કરતો હુકમ કર્યો હતો આ કેસમાં સામાવાળા તરફે પુત્રોનાં દાદા રમેશભાઈના એડવોકેટ સુરેશભાઈ બી દાફડા રોકાયેલ હતાં