ગુનેગારો સામે પોલીસના આકરા વલણથી અપરાધીઓમાં ફફડાટ :૫ લાખનો મુદ્દામાલ કબજે
Gondal,તા.02
ગોંડલ પોલીસે લોખંડ ચોરીનો ભેદ ઉકેલ ચોરીના માલ સાથે બે ઇસમોને દબોચી લીધા હતા રાજકોટ રેન્જમાં ચોરી અને ગેરકાનૂની પ્રવૃત્તિને અંકુશમાં લેવાના પોલીસ મહાન નિરક્ષક અશોકકુમાર યાદવ ના આદેશના પગલે પોલીસે ગુનેગાર ઉપર ધોંસ બોલાવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકા પોલીસ ની સર્વેલેન્સ ટીમ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે રાજા મેલડી લખેલી બોલેરો,, જી જે ૨૭ એક્સ ૭૬૨૯ અટકાવી તલાસી લેતા તેમાંથી ભોલા ઠાકરશી વિરમગામિયા સરધાર અને મહેશ પરસોતમ વાઘેલા મુળ ધારી હિમખીમડી વાળો મળી આવ્યા હતા અને ગાડીમાંથી લોખંડી પ્લેટો મળી આવતા પૂછપરછ દરમિયાન આપલેટો ૭દિવસ પહેલા રાત્રિના સમયે જામવાડી ગામના ગેટ પાસે ચાલતા હાઇવે ના કામ ની સાઇટ લોધીકા પોલીસ સ્ટેશન ની હદમાં ટીલાળા ચોકથી આગળ કણકોટ રોડ પેટ્રોલ પંપ નજીક સારસ્વત ગૌશાળા નજીકની ખુલ્લી જગ્યા માંથી ચોરી કર્યા હોવાનું કબૂલ્યું હતું પોલીસે ૪ લાખની બોલેરો અને ૧,૦૫૦૦૦ની કિંમતના લોખંડ ની પ્લેટોનો મુદ્દામાલ કબજે કરી ગોંડલ તાલુકા પોલીસે ચોરીનો ભેદ ઉકેલ આરોપી અને મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા આ કામગીરીમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર જે ખાચર અને ટીમના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી