Gondal,તા.10
ગોંડલ તાલુકાના લીલાખા ગામે 66 કેવી સબ સ્ટેશનમાં ઈલેક્ટ્રીક ઉપકરણની ચોરી કરી ગયા અંગેની સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરોનું પગેરું દબાવ્યું છે. વધુ વિગત મુજબ ગોંડલ તાલુકાના લીલાખા ગામે આવેલા 66 કેવી સબ સ્ટેશનમાં ગત તારીખ 8 એપ્રિલની રાત્રિના સમયે કોઈ અજાણ્યા શકશે પ્રવેશી રૂપિયા 1.37 લાખની કિંમતના કેપેસીટર બેંકના ત્રણ રિએક્ટર ચોરી કરી રહ્યા અંગેની ગોંડલ ખાતે રહેતા અને કર્મચારી જયભાઈ હિતેશભાઈ બગથરીયા એ સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ડી વી ઘાઘરેટીયા સહિતના સ્ટાફ ચલાવી રહ્યો છે.