Gondal,તા.28
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થવા પામી હતી. યાર્ડ બહાર બન્ને બાજુ 1400થી વધુ વાહનોની 4 થી 5 કી.મી. લાંબી લાઈનો લાગી જવા પામી હતી. ગઈકાલે યાર્ડમાં અંદાજે 1 લાખ કરતા વધુ કટ્ટાની આવક થવા પામી હતી. હરાજીમાં 20 કિલોના ભાવ રૂ. 150 થી રૂ.900 સુધીનો ભાવ બોલાયો હતો.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર સહિત દેશભર માંથી મોટી મોટી કંપનીઓના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થવા પામી હતી જેના પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.
જેવા કે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ જિલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે અહીં આવી રહ્યો છે તેનું એક માત્ર કારણ એ છે કે સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાની જણસી વેચવા એકમાત્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે.