બે પુત્રો એ પિતાની છત્રછાયા ગુમાવી : પરિવારમાં અરેરાટી
Gondal,તા.31
રાજકોટ જિલ્લામાં દિવસે અને દિવસે અકસ્માતના મરણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે ગોંડલ શહેરમાં મોવૈયા રોડ પર રહેતો યુવાન સાયકલ પરથી પડી જતા માથામાં ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે પ્રથમ ગોંડલ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ચાલુ સારવાર દરમિયાન આજે યુવાને દમ તોડ્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ ગોંડલ મોવૈયા રોડ જતી ચોક પાસે રહેતો રામસજન ગોવર્ધનભાઈ યાદવ ઉમર વર્ષ 25 વર્ષીય યુવાન સાયકલ પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ જેથી સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ રામસજન નું આજે ચાલુ સારવાર દરમિયાન દમ તોડતા મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૂળ યુપી નો વતની હોય અને ગોંડલ શહેરમાં સિમેન્ટનું શ્રમિક નું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હોય સંતાનમાં બે પુત્રએ પિતા ની છત્રછાયા ગુમાવતા પરિવાર માં ગમગીની છવાઈ હતી આ અંગે ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે એવું જાણવા મળેલ છે




