Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Goodbye Anshuman Gaekwad આ જાંબાજ ક્રિકેટરે રમી હતી સૌથી ભયંકર મેચ
    ખેલ જગત

    Goodbye Anshuman Gaekwad આ જાંબાજ ક્રિકેટરે રમી હતી સૌથી ભયંકર મેચ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.01

    ભારતીય ક્રિકેટ ટીમના ઈતિહાસમાં એક એકથી ચઢિયાતાં ખેલાડીઓ રહ્યા છે. પરંતુ, તેમાંથી ખાસ હિંમતવાન ખેલાડીઓની જ વાત કરવામાં આવે છે, તો તેમાં અંશુમન ગાયકવાડનું નામ ચોક્કસપણે લેવામાં આવશે. અંશુમન ગાયકવાડનું આજે એટલે કે પહેલી ઓગસ્ટે જ બ્લડ કેન્સરથી મૃત્યુ થયું છે.

    અંશુમનને તેમના ઉત્સાહ અને જુસ્સા માટે સલામ છે. તેઓ હિંમતવાળા હતા. જેનું ઉદાહરણ તેઓએ ઘણી વખત આપ્યું હતું. અને, પછી તેમની ટેસ્ટ સીરિઝ કોણ ભૂલી શકે, જેમાં તેમના સાથી ખેલાડીઓને ઈજાગ્રસ્ત થતા જોયા, તેમ છતાં પણ તેમનો વિશ્વાસ ડગ્યો નહીં. પાકિસ્તાનના હોશ ઉડાડતા તેમને 12 કલાક પણ ન લાગ્યા. દિગ્ગજ ભારતીય ઓપનર અંશુમન ગાયકવાડનું ગઈકાલ 31 જુલાઈ 2024ના રોજ 71 વર્ષની વયે નિધન થયું છે.

    અંશુમન ગાયકવાડ બ્લડ કેન્સર સામે જંગ હારી ગયો

    અંશુમન ગાયકવાડ બ્લડ કેન્સર સામે લડી રહ્યા હતા. અને તેની સારવાર માટે BCCI પાસેથી મદદ પણ મળી હતી. પરંતુ, ક્રિકેટના મેદાનનો આ બહાદુર ઓપનર મોતને ન હરાવી શક્યો. આખરે  જીવલેણ બીમારી કેન્સરે તેમનો ભોગ લીધો. અંશુમન ગાયકવાડ 70 અને 80 ના દાયકામાં ભારતીય ક્રિકેટનો એક ભરોસાપાત્ર ચહેરો કહેવામાં આવતો હતો. તેમનો આ વિશ્વાસ એટલો મજબૂત હતો કે પછીથી તેમને સુનીલ ગાવસ્કરનો ‘જમણો હાથ’ પણ કહેવાતા હતા.

    વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ સૌથી ભયંકર મેચ  

    અંશુમન ગાયકવાડ જે ટેસ્ટ સીરિઝથી જાણીતો છે, તે ટેસ્ટ સીરિઝ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર રમાઈ હતી. જે કિંગસ્ટનનું મેદાન હતું અને વર્ષ હતું 1976માં રમાઈ હતી. અગાઉ ભારતે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી સીરિઝની ત્રીજી ટેસ્ટ જીતી હતી. 70ના દાયકાની ખૂંખાર ખેલાડીઓવાળી વેસ્ટ ઈન્ડિઝની ટીમ તે હારથી ખૂબ જ દુઃખી થઈ હતી. ત્યારે કિંગ્સટનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ક્લાઈવ લોઈડની પેસ બેટરીએ શોર્ટ બોલથી ભારતીય બેટરોનું સ્વાગત કર્યું હતું. ભારતીયોને આ પ્રકારના હુમલાની આશા નહોતી. તેમ છતાં તેઓએ તેમનો હિંમતપૂર્વક સામનો કર્યો. અંશુમન ગાયકવાડ અને ગાવસ્કરે ઓપનિંગ વિકેટ માટે 136 રન બનાવ્યા હતા.

    ઘાયલ સાથીદારો પર અડગ રહ્યા, કાનનો પડદો ફાટી ગયો

    વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ જોયું કે, એકલા શોર્ટ બોલ કામ નથી કરી રહ્યા તેથી તેઓએ ભારતીય ખેલાડીઓના શરીરને નિશાન બનાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે, ગુંડપ્પા વિશ્વનાથને ભારે ઈજાઓ પહોંચી હતી તેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બધું તેની આંખો સામે બનતું જોયા પછી પણ અંશુમન ગાયકવાડ જરા પણ ડર્યા નહીં અને જોશ સાથે રમવાનું ચાલુ રાખ્યું હતું.  આ દરમિયાન એક બોલ તેમને કાન પર વાગ્યો હતો. જેના કારણે તેમના કાનનો પડદો ફાટી ગયો અને તેમને ઓપરેશન કરાવવું પડ્યું. આ ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગની આવી હાલત હતી.

    આ મેચ દરમિયાન ભારતીય ટીમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, ટીમના ત્રણ મહત્વના ખેલાડીઓ – ગુંડપ્પા વિશ્વનાથ, અંશુમન ગાયકવાડ અને બ્રજેશ પટેલ બીજા દાવમાં બેટિંગ કરવા માટે જઈ શક્યા નહોતા. તત્કાલીન ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીએ ઇનિંગ ડિકલેર કરી અને ભારતે તે મેચ ગુમાવવી પડી હતી. જો કે, તે ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં અંશુમન ગાયકવાડે બનાવેલા હિંમતભર્યા 81 રન હતા, જેની લોકો આજે પણ ચર્ચામાં છે.

    671 મિનિટ સુધી બેટિંગ કરીને પાકિસ્તાન સામે બનાવ્યા 201 રન 

    અંશુમન ગાયકવાડે 1983માં પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલી જલંધર ટેસ્ટમાં મેરેથોન ઇનિંગ રમતા 201 રન બનાવ્યા હતા. આ મેચમાં તેમણે પહેલી ઇનિંગમાં 671 મિનિટ સુધી બેટિંગ કરી હતી. એટલે કે સતત 11 કલાકથી વધુ સમય સુધી બેટિંગ કરતાં રહ્યા હતા. તેમની ઈનિંગની અસર એ થઈ કે પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા બાદ પણ પાકિસ્તાનને ડ્રો રમવાની ફરજ પડી હતી. આ સાથે અંશુમન ગાયકવાડની આ બેવડી સદી તે સમયે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ધીમી હતી.

    અંશુમન ગાયકવાડે 1997 થી 2000 દરમિયાન બે વખત ભારતીય ટીમના મુખ્ય કોચના રૂપમાં પણ કામ કર્યું હતું. તેમના કોચિંગમાં ભારત 2000 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉપવિજેતા પણ રહી હતી. જ્યારે તે કોચ હતા, ત્યારે અનિલ કુંબલેએ નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ટેસ્ટ ઇનિંગમાં 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગાયકવાડે 1990 ના દાયકમાં નેશનલ સિલેક્ટર્સ અને ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના અધ્યક્ષના રૂપમાં પણ કામ કર્યું હતું. નોંધનીય છે કે જૂન 2018માં BCCIએ તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડથી સન્માનિત કર્યા હતા.

    12 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં ગાયકવાડે 40 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 30ની એવરેજની મદદથી 1985 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 2 સદી અને 10 ફીફ્ટી ફટકારી હતી. તેમણે 15 વન ડેમાં 289 રન બનાવ્યા હતા. 1983 માં જલંધરમાં પાકિસ્તાન વિરૂદ્ધ 201 રનનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો હતો.

    Anshuman-Gaekwad blood-cancer CRICKET Pakistan west-indies
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ

    June 16, 2025
    ખેલ જગત

    Star cricketer Nitish Rana પિતા બન્યા, પત્ની સાચીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો

    June 16, 2025
    રાષ્ટ્રીય

    પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી

    June 16, 2025
    ખેલ જગત

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    ખેલ જગત

    બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.