Google દ્વારા હાલમાં જ નવું Feature લોન્ચ કરવામાં આવ્યું છે, જેને ‘Quick Edits’ કહેવામાં આવે છે. આ Quick Edits ફીચર Google Photosમાં લોન્ચ કરવામાં આવ્યું છે. Google Photosને Photo Storage and Sharing Service તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. Googleનું આ tool Quick Edits ખૂબ જ ઇનોવેટિવ છે, જેની મદદથી યુઝર્સ ફોટોને ખૂબ જ સરળતાથી એડિટ અને શેર કરી શકશે. આ Quick Edits ટૂલની મદદથી યુઝર્સ ‘Quick Edits’ ટૂલ્સમાં જઈને ફોટોને ક્રોપ અને ઓટો એન્હાન્સ કરી શકશે, તેમજ શેર કરતાં પહેલાં ઓરિજિનલ ફોટો સાથે સરખાવી શકશે.
‘Quick Edits’ દ્વારા એડિટ કરેલા ફોટોને સેવ કરવા માટે યુઝર પાસે બે વિકલ્પ રહશે. એડિટ કર્યા બાદ, જો યુઝર વોટ્સએપ અથવા ગૂગલ મેસેજ જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરશે, તો એડિટ કરેલો ફોટો લાઇબ્રેરીમાં સેવ નહીં થાય. એટલે કે વોટ્સએપ પર સેન્ડ કરેલો ફોટો એડિટ થયેલ હશે, પણ લાઇબ્રેરીમાં ઓરિજિનલ ફોટો જ રહેશે. જો યુઝરને એડિટ કરેલા ફોટોને લાઇબ્રેરીમાં સેવ કરવું હોય, તો એને પહેલાં ફોટોને સેન્ડ કરવું, લિંક ક્રિએટ કરવી, અથવા ગૂગલ ફોટો એપમાં ‘શેર આલ્બમ’માં સેવ કરવું પડશે.
જો ‘Quick Edits’ ફીચરનો ઉપયોગ ન કરવો હોય, તો એ માટે પણ ગૂગલે વિકલ્પ આપ્યો છે. હાલ આ ફીચર ઓટોમેટિક enabled છે. જો કોઈ યુઝર આ ફીચરનો ઉપયોગ ન કરવા માગતો હોય, તો તે google ફોટો એપમાં ‘Quick Edits’ની સ્ક્રીન પર સેટિંગ આઇકન પર ક્લિક કરીને એને બંધ કરી શકે છે.
‘Quick Edits’ ફીચર દરેક ફોટો પર કામ કરતું નથી. આ ફીચર માત્ર એ ફોટો પર કામ કરશે, જે પહેલાં એડિટ કરવામાં ના આવ્યા હોય. તેથી, ડોક્યુમેન્ટ્સ જેમ કે રિસીપ્ટ અને સ્ક્રીનશોટ પર આ ફીચર કામ કરવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આ નવું ફીચર એન્ડ્રોઇડ 14 અને ત્યાર બાદના દરેક વર્ઝનના ગૂગલ ફોટોઝ એપમાં ઉપલબ્ધ છે.