Gorakhpur (યુપી) તા.11
ગોરખપુર- સોનૌલી હાઈવેના ભૈયા ફરેંદા ગુગલ મેપના આધારે પૂરઝડપે જઈ રહેલી કાર રવિવારે રાત્રે નિર્માણાધીન ફલાય ઓવર પર ચડીને નીચે લટકી ગઈ હતી. સદ્ભાગ્યે કાર સવાર બાલ-બાલ બચી ગયો હતો.
આ ઘટનામાં કામ કરાવનાર સંસ્થાની લાપરવાહી બહાર આવી છે. અર્ધ નિર્મિત ફલાય ઓવરના માર્ગ પર ડાયવર્ઝનના સંકેત નહોતા. જાણવા મળતી વિગત મુજબ કારમાં માત્ર ચાલક જ હતો. લખનૌનો રહેવાસી આ યુવક કારથી ગોરખપુર થઈને નેપાળ જઈ રહ્યો હતો.
ગુગલ મેપ મુજબ તે પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તે જેવો નિર્માણાધીન ફલાય ઓવર બ્રિજ પર ચડયો પરંતુ બ્રિજનો બીજો છેડો ન હોવાનું ચાલકને ભાન થતા તેણે કારને બ્રેક મારી હતી અને કાર ફલાય ઓવરના છેડે લટકી ગઈ હતી.
રાત્રે આ અકસ્માત થતા લોકોને જાણ થતા એકઠા થઈ ગયા હતા. પોલીસ પણ બચાવમાં લાગી હતી. કાર ચાલકને કોઈ પણ રીતે બહાર કાઢવામાં આવ્યો. તેને મામૂલી ઈજા થઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે નિર્માણ સ્થળે ના તો સાઈન બોર્ડ છે કે ના તો ડાયવર્ઝનની સ્પષ્ટ સૂચના.
આ મામલે એમએનએઆઈના પી.ડી. લલિત પ્રતાપ પાલે જણાવ્યું હતું કે વાહન ચાલક દ્વારા અસ્થાયી બેરકેડ હટાવીને બ્રિજની તરફ જવાની વાત બહાર આવી છે. તેમ છતા મામલાની તપાસ કરાશે. કોઈ કમી હશે તો જવાબદાર સામે પગલા ભરવામાં આવશે.