બંનેએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં ભૂત શુદ્ધિ વિવાહ પદ્ધતિ અનુસાર લગ્ન કર્યા
Mumbai તા.૨૩
સાથ નિભાના સાથિયા સીરીયલમાં ગોપી વહુનું પાત્ર ભજવનાર જિયા માણેકે પોતાના સૌથી ખાસ મિત્ર વરૂણ જૈન સાથે લગ્ન કર્યા છે. જિયા માણેક એ ૨૧ ઓગસ્ટે વરુણ જૈન સાથે લગ્ન કર્યાનું ઓફિસિયલ અનાઉન્સમેન્ટ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કર્યું હતું. વરુણ જૈન અને જિયા માણેકે અનોખા અંદાજમાં લગ્ન કર્યા છે જેના કારણે પણ તેઓ ચર્ચામાં છે. બંનેએ પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં ભૂત શુદ્ધિ વિવાહ પદ્ધતિથી લગ્ન કર્યા છે. લગ્ન પછી જિયા માણેકે ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બ પર કેટલીક તસવીરો શેર કરી અને સાથે જ કેપ્શન લખ્યું હતું. જિયા માણેક એ કેપ્શન માં લખ્યું હતું કે ઈશ્વર અને ગુરુની કૃપાથી અને લોકોના પ્રેમ સાથે અમે હંમેશા માટે એક થયા. અમે પહેલા મિત્ર હતા હવે પતિ પત્ની છીએ. સાથે જ તેણે પ્રિયજનોના આશીર્વાદ અને શુભકામના માટે આભાર માન્યો હતો.
લગ્નની જે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી તેમાં જિયા માણેક પારંપરિક વસ્ત્ર અને સુંદર ઘરેણાથી સજ્જ સાઉથ ઇન્ડિયન બ્રાઇડ તરીકે દેખાય છે. જ્યારે વરુણ જૈન એ પીળા રંગનો કુર્તો પહેર્યો છે. જિયા માણેક અને વરુણ જૈનના લગ્નની તસવીરો વાયરલ થયાની સાથે એવી વાત પણ સામે આવી છે કે તેમણે ભૂત શુદ્ધિ વિવાહ કર્યા છે.
ભૂત શુદ્ધિ વિવાહ લગ્નની એક યૌગિક પદ્ધતિ છે. જે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ જેવા પાંચ તત્વોને બેલેન્સ કરવા પર ભાર મૂકે છે. આ પદ્ધતિનો ઉદ્દેશ કપલ વચ્ચે ગાઢ તાત્વિક બંધન બનાવવાનો હોય છે. જે વિચારો, ભાવનાઓ અને શારીરિક સીમાઓથી પરે હોય છે. આ લગ્ન સાંસારીક આકર્ષણથી પણ પરે હોય છે. આ લગ્નમાં દંપતી પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ એટલે કે પાંચ તત્વ માટે પાંચ ફેરા ફરે છે. આ લગ્ન દરમિયાન તાત્વિક મંત્રોચ્ચારણ કરવામાં આવે છે.