કુલ જીએસટી કલેક્શન પાંચ વર્ષમાં બમણું થઈ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૨.૦૮ લાખ કરોડ રૂપિયાના રૅકોર્ડ સ્તરે પહોંચ્યું
New Delhi, તા.૩૦
GST લાગુ થયા પછીથી સરકારી તિજોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૫માં સરકારે રૅકોર્ડ બ્રેક GST કલેક્શન કર્યું હતું. આ સાથે સરકારની તિજોરીમાં ટેક્સ મારફત થતી કમાણી પાંચ વર્ષમાં બમણાથી વધી છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારનું જીએસટી કલેક્શન બમણાથી વધ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે, આગામી વર્ષોમાં જીએસટી કલેક્શનમાં વધુ વધારો જોવા મળી શકે છે.
કુલ જીએસટી કલેક્શન પાંચ વર્ષમાં બમણું થઈ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૨.૦૮ લાખ કરોડ રૂપિયાના રૅકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૧.૩૭ લાખ કરોડ રૂપિયા હતું. ૨૦૨૪-૨૫માં જીએસટી કલેક્શન અગાઉના વર્ષની તુલનાએ ૯.૪ ટકા વધ્યું હતું. આ કલેક્શન પાંચ વર્ષમાં વાર્ષિક ધોરણે લગભગ બમણું થયું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં માસિક ધોરણે સરેરાશ રૂ. ૧.૮૪ લાખ કરોડનું જીએસટી કલેક્શન નોંધાયુ હતું. જે ૨૦૨૩-૨૪માં રૂ. ૧.૬૮ લાખ કરોડ અને ૨૦૨૧-૨૨માં રૂ. ૧.૫૧ લાખ કરોડ હતું. નિષ્ણાતોના મતે, આગામી વર્ષોમાં માસિક ધોરણે સરેરાશ રૂ. ૨ લાખ કરોડ જીએસટી કલેક્શન નોંધાવાની શક્યતા છે. જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતાઓની સંખ્યા ૨૦૧૭માં ૬૫ લાખ હતી. જે આઠ વર્ષમાં ૧.૫૧ કરોડથી વધી છે. છેલ્લા આઠ વર્ષના કરદાતાઓની સંખ્યા પર નજર કરીએ તો જીએસટીના અમલીકરણ બાદ કરદાતાઓની સંખ્યા સતત વધી છે. સાથે સાથે જીએસટી કલેક્શન પણ વધ્યું છે. પરોક્ષ કરવેરા પ્રણાલી વધુ કાર્યક્ષમ અને પારદર્શક બની છે. ૨૦૨૪-૨૫માં જીએસટી કલેક્શન અત્યારસુધીનું સૌથી વધુ રૂ. ૨૨.૦૮ લાખ કરોડ નોંધાયું છે. જે વાર્ષિક ધોરણે ૯.૪ ટકા વધ્યું છે.