New Delhi,તા.3
ગઈકાલે લોકસભામાં વકફ સુધારા ખરડાને પસાર કરાવાયા બાદ આજે રાજયસભામાં મંજુરી માટે રજુ કરાતા જ કોંગ્રેસ પક્ષે સરકાર પર જબરો હુમલો કર્યો હતો.
કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ તથા રાજયસભાના સાંસદ સોનિયા ગાંધીએ જો કે કોંગ્રેસ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં એવો આક્ષેપ કર્યો કે, સરકારે લોકસભામાં બળજબરીથી વકફ ખરડો મંજુર કરાવ્યો છે પણ તે દેશના બંધારણને નુકસાનકર્તા છે.
સોનિયા ગાંધીએ એક દેશ એક ચુંટણી પ્રસ્તાવનો પણ વિરોધ કરવાની જાહેરાત કરી હતી. સોનિયાએ કહ્યું કે ગઈકાલે લોકસભામાં જે રીતે વકફ સુધારા ખરડો 2024 મંજુર થયો તેમાં સરકારે ઉતાવળ કરી છે.
મોદી સરકાર દેશને રસાતલમાં ધકેલી રહી છે અને આપણું બંધારણ ફકત કાગળ પર જ રહી ગયુ છે. સોનિયા ગાંધીએ કહ્યું કે સરકાર દરેક બાબત પર નજર રાખવા માંગે છે. તેમણે એ પણ કહ્યું કે સંસદમાં વિપક્ષી નેતાઓને બોલવા પણ દેવાતા નથી.