Morbiના હળવદ પંથકમાં આવેલા ૩ ગામડાઓમાં સરકારી જમીન પચાવી પાડવાનું કૌંભાડ સામે આવ્યું
Morbi, તા.૯
ગુજરાતમાં દિવસે દિવસે નવા-નવા કૌભાંડ સામે આવતા હોય છે. ત્યારે મોરબીના હળવદમાં નકલી સ્ટેમ્પ, દસ્તાવેજોને આધારે સરકારી જમીન હડપ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. હળવદ પંથકમાં આવેલા ૩ ગામડાઓમાં સરકારી જમીન પચાવી પાડવાનું કૌંભાડ સામે આવ્યું છે. કૌંભાડની સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે ૪ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ૪ આરોપીની રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. નકલી સ્ટેમ્પ અને દસ્તાવેજોના આધારે આરોપીઓએ કૌંભાડ હાથ ધર્યું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આરોપીઓએ કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામે સરકારી જમીન પચાવી પાડી હતી. કુલ ૩૪૪ વીઘાની ત્રણ સરકારી જમીન પડાવી આરોપીઓએ પોતાના નામે કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા હળવદ મામલતદારે હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
જમીન કૌંભાડના કેસમાં બે મહિલા સહિત નવ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. જેમાંથી ૪ આરોપી હાલ પોલીસના સકંજામાં છે. ખોટા રબ્બર સ્ટેમ્પ અને અધિકારીઓની નકલી સહીઓ વાળા દસ્તાવેજોને આધારે કૌભાંડ પાર આચરવામાં આવ્યું છે.

