New Delhi તા.4
કેન્દ્ર સરકાર ફિલપકાર્ટ, એમેઝોન જેવી ઓનલાઈન કંપનીઓની પેમેન્ટ અને રિફંડ પ્રક્રિયાની તપાસ કરી રહી છે. આ તપાસના ક્ષેત્રમાં કેશ ઓન ડિલીવરી એટલે કે સીઓડી પર લાગનાર વધારાનો ચાર્જ અને ઓર્ડર રદ કરવા પર અગાઉથી કરવામાં આવેલ પેમેન્ટમાં કરવામાં આવી રહેલો વિલંબ સામેલ છે.
સૂત્રોના અનુસાર સરકાર જોઈ રહી છે કે શું કોઈ ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને ડિલીવરી પહેલા પેમેન્ટ કરવા માટે મજબૂર કરી રહી છે? જો ગ્રાહક પ્રીપેડ ઓર્ડર રદ કરી દે છે તો પેમેન્ટ રકમની વાપસીમાં વિલંબ કે રુકાવટ કેમ થાય છે?
સૂત્રો તરફથી એ જણાવવામાં આવ્યું છે કે ગ્રાહક મામલાના મંત્રાલય ઈ-કોમર્સની સામે મળેલી ફરિયાદોની સમીક્ષા કરી રહી છે. ટુંક સમયમાં જ ઈ-કોમર્સ કંપનીઓ, ગ્રાહક અધિકાર સંગઠનો અને ઉદ્યોગ સમૂહો સાથે આ મુદ્દે વાતચીત થશે, જેથી એવુ સમાધાન કાઢવામાં આવે જે કંપનીઓની જરૂરિયાતો અને ગ્રાહકોની સુરક્ષામાં સંતુલન જાળવી રાખે.
રોકડ પેમેન્ટ પર કંપનીઓ ચાર્જ વસુલે છેઃ એમેઝોન કેશ ઓન ડિલીવરી માટે 7થી10 રૂપિયા ચાર્જ વસુલે છે, જયારે ફિલપકાર્ટ ફર્સ્ટ ક્રાઈ 10 રૂપિયા વધારાનો ચાર્જ વસુલે છે. મંત્રાલયના અનુસાર અનેક ડિલીવરી પર પેમેન્ટની ફી ભરવાથી બચવા એડવાન્સ પેમેન્ટ કરી દે છે.
રકમ થઈ રહી છે બ્લોકઃ ક્નઝયુમર વોઈસ જેવા ગ્રાહક સંગઠન કહે છે કે આ ફી અને ડીલીવરીમાં વિલંબ ગ્રાહકોને પરેશાન કરી રહ્યા છે. ગ્રાહકોને લાગે છે કે તેમના પૈસા બ્લોક થઈ રહ્યા છે અને તેના પર કંપની વ્યાજ કમાઈ રહી છે.
રોકડ પેમેન્ટ લોકપ્રિયઃ ફેબ્રુઆરી 2024માં ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદે 25 રાજયોના 35 હજાર ગ્રાહકો પર એક સર્વે કર્યો હતો. જેનો રિપોર્ટ કહે છે કે 65 ટકા ગ્રાહકોએ પોતાની છેલ્લી ઓનલાઈન ખરીદીમાં રોકડનો વિકલ્પ પસંદ કર્યા હતા.
દબાણનું વલણ ગ્રાહક અધિકારો વિરુદ્ધઃ આ પ્લેટ ફોર્મ પર રોકડ પેમેન્ટ પર ચાર્જ લગાવી ગ્રાહકોને અગાઉથી પેમેન્ટ કરવા માટે દબાણ કરી રહ્યા છે, જે ગ્રાહક અધિકારોની વિરુદ્ધ છે. મંત્રાલય આ મામલાની તપાસ કરી રહ્યું છે.