Morbi તા 27
મોરબીમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિતે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 29 ને બુધવારના રોજ બપોરે 2:30 કલાકે મોરબીમાં આવેલ શ્રી દરિયાલાલ પ્રભુજીના મંદિરથી શોભાયાત્રા શરૂ કરવામાં આવશે અને ત્યાર બાદ નહેરુ ગેઈટ ચોક, શાક માર્કેટ, ગાંધીચોક, વસંત પ્લોટ, રવાપર રોડ, બાપા સીતારામ ચોક, નવા બસસ્ટેન્ડ, સરદાર બાગ, અયોધ્યા પુરી રોડ થઈને જલારામ મંદિર ખાતે આ શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવશે.
મોરબીમાં જન્મજયંતિ નિમિતે યોજાનાર શોભાયાત્રાની માહિતી આપવા માટે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જણાવ્યુ હતું કે, શહેરમાં ઠેરઠેર શોભાયાત્રાનું સ્વાગત તેમજ જલારામ બાપાનું પૂજન કરવામાં આવશે, બાપા સિતારામ ચોક ખાતે સુપ્રસિધ્ધ કલાકારોના લાઈવ પર્ફોમન્સ સાથે મહાઆરતી તેમજ સરદાર બાગ ખાતે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા આરતી કરવામાં આવશે.
તેમજ શહેરના નગર દરવાજા ચોકમાં અને નવા બસ સ્ટેશન ખાતે આતશબાજી કરાશે. આ શોભાયાત્રામાં નાસિક ઢોલ, જલારામ બાપાનો રથ, ડી.જે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ રામ દરબાર, શિવ દરબાર અને જલારામ બાપા તેમજ વીરબાઈ માઁ નો વેશ ધારણ કરીને બાળકો આવશે તે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આટલું જ નહીં શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ દ્વારા ઘરે ઘરેથી એકત્ર થયેલ રોટલાને શોભાયાત્રા દરમિયાન પૂ. વીરબાઈ માઁ ના રથમાં રાખવામા આવશે અને રોટલા પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
આ શોભાયાત્રાને સફળ બનાવવા નિલેશભાઈ ખખ્ખર, ભરતભાઈ રાચ્છ, જીતુભાઈ રાજવીર, પરેશભાઈ કાનાબાર, જીતુભાઈ પુજારા, કેતનભાઈ પુજારા, સંજયભાઈ ભોજાણી, નિલેશભાઈ રાજા, ભાવિનભાઈ ખંધેડિયા, ઉદયભાઈ રાજા, જીતેશભાઈ સચદેવ, તેજસ બારા, જય કક્કડ, રવિ કોટેચા, રોનક કારિયા, વિરેન પુજારા, સચિન કાનાબાર, નેહલ કોટક, જીજ્ઞેશ પોપટ, ધવલ રાજા, પાર્થ સેતા, વિપુલ વી. પંડિત, કુલદીપ રાજા, નિખિલ પોપટ, જય ભોજાણી, જતીનભાઈ કારિયા, જય મીરાણી, પ્રતીક રાચ્છ, સાગર જોબનપુત્રા, દર્શન પુજારા, સુનીલ પુજારા, લખન કક્કડ, નિમિશ કોટક, યજ્ઞેશ સોમૈયા, સાગર રાજા, પ્રતીક હાલાણી, જતીનભાઈ ખખ્ખર, હાર્દિક પોપટ, બિનીત બુદ્ધદેવ, સાગર મીરાણી, જીગ્નેશભાઈ ખખ્ખર, જનક ચંડીભમર, કુલદીપ ચંડીભમર, ચેતનભાઈ ચંડીભમર, પ્રિયાંક પંડિત, મેહુલ પુજારા, આનંદ સેતા, અમિત પંડિત, પરિમલ ઠક્કર, અજયભાઈ કોટક, ભાવિન ભગદેવ, હાર્દિક કારિયા, નિશાંત જોબનપુત્રા, રવિ ખખ્ખર, ઓમ પુજારા, અજય (ભાણાભાઈ દલાલ) સહિતનાં જહેમત ઉઠાવી રહ્યા છે.

