Savarkundla,તા.13
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.
સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર ફરીને, આ યાત્રાએ દેશભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું. સહુએ હાથમાં તિરંગા લઈ, “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્” ના નારા લગાવ્યા હતા.
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવના અને દેશપ્રેમની લાગણી વધુ મજબૂત કરવાનો હતો.યાત્રાના સમાપન બાદ, સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ સમગ્ર આયોજન સાવરકુંડલા વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.