New Delhi તા.20
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એઆઈ ચેટબોટ ગ્રોક આવ્યો હતો. તાજેતરમાં આ ગ્રોકે વડાપ્રધાન મોદી વિષે બેધડડક નિવેદનો કરતા વિવાદમાં ફસાઈ ગયો હતો.
હવે તે ગાળો બોલવા લાગતા કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે અને એલન મસ્કનો સંપર્ક કર્યો છે. માહિતી અને ટેકનોલોજી મંત્રાલય ગ્રોક દ્વારા હિન્દીમાં અપશબ્દો અને ગાળોનો ઉપયોગ કરવાની હાલની ઘટનાઓની તપાસ કરશે.
મંત્રાલય એ કારણોની તપાસ કરશે જેના કારણે ચેટબોટને ગાળોનો ઉપયોગ કરવો પડયો હતો. આઈટી મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે એકસના સંપર્કમાં છીએ અને ગ્રોક આમ શા માટે કરી રહ્યો તે મુદે ચર્ચા કરી રહ્યા છીએ. એલન મસ્કના એકસ પર એઆઈ ચેટબોટ ગ્રોકે વડાપ્રધાન મોદી વિષે તાજેતરમાં વિવાદી નિવેદનો અને હવે અપશબ્દોએ લોકોને ચોંકાવી દીધા છે.
ગ્રોકે શા માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો?: કેટલાક યુઝર્સે ગ્રોકને ઉશ્કેર્યો હતો જેથી તેનું ઉગ્ર રૂપ જોવા મળ્યું હતું. આ મજાક ત્યારે શરૂ થઈ હતી જયારે એક એકસ યુઝરે ગ્રોક પાસેથી 10 સર્વશ્રેષ્ઠ મ્યુચ્યુઅલની લિસ્ટ માંગી હતી.
થોડા સમયની ચુપ્પી બાદ યુઝરને ગ્રોકે ગાળો સંભળાવી હતી. ગ્રોકના જવાબોથી યુઝર આશ્ચર્યચકીત થઈ ગયો છે. આથી સોશિયલ મીડિયામાં એઆઈના ભવિષ્યને લઈને ચર્ચા છેડાઈ હતી.