Rajkot,તા.21
રાજકોટ માર્કેટ યાર્ડમાં બિયારણની ખરીદી નીકળતા તેમજ તેલના ભાવ ઉંચકાતા એક તબક્કે ભટી ગયેલા મગફળીના ભાવમાં ફરી વધારો નોંધાયો છે. પ્રતિ ૨૦ કીલોના રૂા.૧૦૨૦ સુધી પહોંચેલા મગફળીના ભાવ ફરી વધીને રૂા.૧૦૯૦ થી ૧૧૦૦ સુધી પહોંચ્યા છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ડિરેકટર અને વેપારી દિલીપ પનારાએ જણાવ્યું હતુ કે, મગફળીમાં બિયારણની ખરીદી શરૂ થઈ છે અને બિયારણની મગફળીનો ભાવ ૧૧૫૦ થી ૧૫૦૦ સુધીનો રહ્યો છે. ચોમાસુ નજીક હોય ખેડૂતો પડતર મગફળીનો જથ્થો વેચવા ઉતાવળા બન્યા છે તો બીજી બાજુ આ વર્ષે વહેલા વરસાદની આગાહી વચ્ચે બિયારણની ખરીદી શરૂ થઈ છે. મગફળીની આવકથી પ્લેટફોર્મ ભરચક્ક થઈ જતા એક તબક્કે આવક બંધ કરવામાં આવી હતી જે હવે પુનઃ શરૂ કરવામાં આવી છે ત્યારે આજે સવારથી પણ મગફળીની સારી માત્રામાં આવક થઈ રહી છે.