Ahmedabad,તા.૨૪
ગુજરાતમાં આવકવેરા વિભાગે મોટા ગ્રુપ પર દરોડા પાડી ૫૦૦૦ કરોડના બિનહિસાબી વ્યવહાર મેળવવામાં સફળતા મેળવી. દિવાળી તહેવાર પૂર્ણ થતા જ આવેક વેરા વિભાગે સપાટો બોલાવતા ટ્રોગોન અને રાધે જેવા મહેસાણાના મોટા ગ્રુપ પર દરોડા પાડ્યા. આ દરોડોમાં આઇટી વિભાગે રાજ્યના મોટા ગ્રુપ પર પાડેલા દરોડાની તપાસ અઠવાડિયા સુધી ચાલી હતી. મહેસાણાના મોટા ગ્રૂપ ટ્રોગોન, રાધે અને ધરતી સાકેતની ૩૬ પ્રિમાઈસીસ પર પાડેલ દરોડાનો રેલો અમદાવાદના અનેક મોટા ગ્રુપ સુધી પંહોચે તેવી સંભાવના છે.
આઇટી વિભાગે ટ્રોગોન, રાધે અને ધરતી સાકેત સાથે સંકળાયેલા વેપારીઓની ઓફિસ પર પણ દરોડા પાડ્યા. આ દરોડામાં શંકાસ્પદ દસ્તાવેજો ઉપરાંત મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા પણ મળ્યા હતા. જેમાં બેનામી વ્યવહારોમાં સંકળાયેલા બિલ્ડરો, ઈન્વેસ્ટરો અને ભાગીદારોની વિગતો મળી. વિભાગ દ્વારા આ મળેલ માહિતીના આધારે તમામ વિગતોની સ્ટુટિની શરૂ કરવામાં આવી.આઇટી વિભાગે દિવાળી તહેવાર બાદ મોટા ગ્રુપ દ્વારા નાણાંકીય વ્યવહારો પર વોચ રાખવામાં આવી હતી. જેના બાદ આ મોટા ગ્રુપ પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી.
ટ્રોગોન, રાધે અને ધરતી સાકેતની મહેસાણા ઉપરાંત અમદાવાદ ખાતેની ૨૫ પ્રિમાઇસિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા. ઉપરાંત આ ગ્રુપ સાથે સંકળાયેલા વેપારીઓની મોરબી અને રાજકોટ ઓફિસ પર પણ દરોડા પાડી તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં ૫૦૦ કરોડના બિન હિસાબી વ્યવહારો, ૧૦ કરોડ રોકડા અને ઝવેરાત મળી આવી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં પડાતા દરોડાની તપાસમાં સીધું દિલ્હીથી મોનિટરિંગ થઈ રહ્યું છે. મહેસાણાના મોટા ગ્રુપ પરના દરોડાના તાર અમદાવાદના બિલ્ડર લોબી સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં બહાર આવતા આ દિશામાં વધુ તપાસ થશે.