New Delhi,તા.04
નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને જીએસટી દરોમાં મોટા ઘટાડા સાથે આમ લોકો માટે મોટી રાહત આપી છે તો આ આડકતરી કર વ્યવસ્થામાં પણ વહીવટી સહિતના ક્ષેત્રે મોટા ફેરફાર સાથે જીએસટીમાં પણ ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ- વ્યાપારી વર્ગને મોટી સરળતા રહે અને જીએસટીનો `હાઉ’ ઘટે તે પ્રયાસો કર્યા છે.
હવે જીએસટી રજીસ્ટ્રેશનમાં ફકત 3 દિવસ જ લાગશે તે નિશ્ચિત કર્યુ. અરજીના ફકત 3 દિવસમાં જીએસટી રજીસ્ટ્રેશન મળી જશે. આ જ રીતે હવે વ્યાપારી વર્ગને નવી સોફટવેર સીસ્ટમ અમલી બનતા આવકવેરાની જેમ પ્રી-ફિલ્ડ રીટર્ન મળશે. જેની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ વિ.ની પ્રક્રિયા અત્યંત સરળ બની જશે તથા રીફંડમાં જે રીતે વ્યાપારી વર્ગની મોટી રકમ મહિનાઓ સુધી અટવાઈ રહે છે તેના બદલે સીધા જેમાં રીફંડમાં કોઈ વિવાદ નથી.
તે 3 દિવસમાં મળી જશે જેની વ્યાપારીને તેની વર્કીંગ કેપીટલ જે ફસાઈ જાય છે તેમાં મોટી રાહત થશે અને ખાસ કરીને ઈન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચર જે આઈડીએમ તરીકે ઓળખાય છે તેને સરળ બનાવાય છે. જેથી વ્યાપાર-ઉદ્યોગમાં રોકડ ફલો જળવાઈ રહે તે નિશ્ચિત કરાયુ છે.
ખાસ કરીને ઉત્પાદકો-નિકાસકારોને તે લાભદાયી બનશે. આ નવી વ્યવસ્થા 1 નવેમ્બરથી લાગુ થશે અને તેનાથી વ્યાપાર-ઉદ્યોગના હજારો કરોડ છુટા થશે.
ખાસ કરીને જયાં તૈયાર માલ કરતા કાચા માલ પરનો જીએસટી ઉંચો હશે ત્યાં આ વ્યવસ્થા લાગુ પડે છે.
રબ્બર, સોલાર પેનલ લીવીડ, પાવર ટ્રાન્સફોર્મર ટ્રેન એન્જીન વિ.માં આ મોટી રાહત હતી. જેમાં 90% રીફંડ ઝડપી મળશે. આ ઉપરાંત રીફંડ માટે અધિકારીને ખાસ સતા અપાઈ છે તે જોખમ આધારીત મુલ્યાંકન કરીને કામચલાવ રીફંડ મંજુર કરી શકશે. આ ઉપરાંત જે વ્યાપારી ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો ઉપયોગ કરતો નથી અને જેની માલીક સીમા રૂા.2.50 લાખ સુધીની છે તે આ પ્રકારે 3 દિવસના રીફંડનો લાભ અપાશે.
સૌથી મહત્વનું એ છે કે જીએસટીના આ વ્યાપક સુધારા પર ફકત 1 જ દિવસમાં સહમતી બની છે. જો કે પ્રોવિઝનલ રીફંડ કોને મળી શકે અથવા ન મળી શકે તે અંગે ચોકકસ માર્ગરેખા અપાશે.