New Delhi,તા.07
ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષમાં બે સ્લેબની નાબુદી સહિતની પ્રક્રિયા સરળ બનાવ્યા બાદ હવે સરકાર સમગ્ર માળખાને વ્યાપાર-ઉદ્યોગ ફ્રેન્ડલી બનાવવાની તૈયારી છે અને તેમાં પણ જીએસટી કરદાતાને રીફંડ પ્રક્રિયા આવકવેરાની માફક ઓટોમેટીક જ તેનું ચૂકવણું થઈ જાય તે જોવા માંગે છે.
જીએસટી 3.0 સુધારા પ્રક્રિયા વ્યાપક પણે સીસ્ટમ સંબંધીત હશે. સેન્ટ્રલ બોર્ડ ડાયરેકટ ટેક્ષના સભ્ય શશાંક પ્રિયાએ જણાવ્યું કે, આ પ્રક્રિયા માટે કોઈ ડેડલાઈન નિશ્ચિત થઈ નથી પણ અમો આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ.
સરકારે નિકાસકારો માટે જે ઈન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચર અમલમાં મુકયુ છે. તેમણે 90% રીફંડ તાત્કાલીક મળી જાય તે નિશ્ચિત કર્યુ છે જે 1 ઓકટો બાદની પ્રક્રિયામાં લાગુ થઈ જશે. હવે તે ઘરઆંગણાના વ્યાપાર-ઉદ્યોગ માટે અમલી બનાવાશે.