Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    June 2, 2025

    Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો

    June 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!
    • Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો
    • Dhoraji: બોલેરો માંથી 252 બોટલ દારૂ સાથે ઉપલેટા પથકનો શખ્સ ઝડપાયો
    • Dhoraji: સગીરાને સાવકા બાપે ગર્ભવતી બનાવી સર્વત્ર ફિટકાર
    • Dhoraji: ચેક રિટર્ન કેસમાં ભાગીદાર ને એક વર્ષની કેદ
    • તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામરે કાયમી થવા અંગેનો રેફરન્સ ઔદ્યોગિક અદાલત દ્વારા રદ
    • Rajkot:મનપાના ફાયર બ્રિગેડ કર્મચારીની સળંગ નોકરી ગણી આપવાના લેબર કોર્ટેના હુકમ સુપ્રીમ યથાવત રાખ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»GujaratનીBhupendra Patelસરકાર આવતીકાલે તેની બીજી ટર્મના બે વર્ષ પુરા કરવા જઈ રહી છે
    ગુજરાત

    GujaratનીBhupendra Patelસરકાર આવતીકાલે તેની બીજી ટર્મના બે વર્ષ પુરા કરવા જઈ રહી છે

    Vikram RavalBy Vikram RavalDecember 11, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા.11

    ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર આવતીકાલે તેની બીજી ટર્મના બે વર્ષ પુરા કરવા જઈ રહી છે તેના એક દિવસ પુર્વે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે તેમના ખાસ વિમાનમાં દિલ્હી જવા રવાના થતા જ ફરી એક વખત રાજયમાં રાજકીય તર્કવિતર્કની ચર્ચા થવા લાગી છે.

    પટેલ તેમની દિલ્હી મુલાકાત સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહને મળનાર છે. જો કે તેમની આ મુલાકાત ઓચિંતી નથી તે સ્પષ્ટ થયુ છે. સામાન્ય રીતે દર બુધવારે મળતી રાજય કેબીનેટ બેઠક એક દિવસ વહેલી એટલે કે ગઈકાલે મંગળવારે જ બોલાવી લેવામાં આવી હતી.

    આમ તેમનો દિલ્હી પ્રવાસ નિશ્ચિત હતો અન હાલ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ સંસદનું સત્ર ચાલતું હોવાથી દિલ્હીમાં જ છે અને તેથી તેઓ પણ આ બેઠકમાં સામેલ થાય તેવી ધારણા છે.

    સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમની સરકારની છેલ્લા ત્રણ માસની કામગીરીનો રિપોર્ટ રજુ કરવા દિલ્હી ગયા છે. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહનું હોમગ્રાઉન્ડ છે અને બન્ને નેતાઓ ગુજરાત અંગે સતત અપડેટ રહે છે.

    હજુ ગત રવિવારે જ શાહ અમદાવાદ હતા. જો કે તેમાં પોતાના ગાંધીનગર સંસદીય ક્ષેત્રના કાર્યક્રમોમાં નિયમીત હાજરી આપતા રહે છે અને સતત લોકો સાથે સંપર્કમાં રહે છે.

    સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી સમયમાં ઓલિમ્પિક તૈયારીને સૌથી મહત્વ અપાઈ રહ્યુ છે અને અમદાવાદ તેનું કેન્દ્ર બનશે તે સમયે આ શહેરને વર્લ્ડ કલાસ સીટી તરીકે દર્શાવવા અને આધુનિક સુવિધાઓ માટે સરકાર આતુર છે અને 2036ના ઓલિમ્પિકના દાવા માટે મજબૂત બ્લુપ્રિન્ટ જરૂરી છે તેથી તે માટે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. મહત્વનું એ છે કે, ગુજરાતમાં લાંબા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા છે.

    ભુપેન્દ્ર પટેલ પ્રારંભથી જ મર્યાદીત મંત્રીઓ સાથે સરકાર ચલાવે છે તો ભાજપના 156 બેઠકો પર વિજય બાદ લાંબા સમયથી આ ચર્ચા છે પણ એક યા બીજા કારણોથી મંત્રીમંડળ વિસ્તરણ થયુ નથી પણ હવે સંભવત આ એજન્ડા હાથમાં લેવાયો હોય તો તેની પણ ચર્ચા થશે તેવુ સૂત્રો કહ છે.

    આ ઉપરાંત ખ્યાતિ હોસ્પીટલ કાંડે ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે કૌભાંડ ચાલે છે તેને ખુલ્લા કર્યા છે અને સરકારને એક બાદ એક હોસ્પીટલોને આ યોજનામાંથી સસ્પેન્ડ કરવાની ફરજ પડી રહી છે. ઉપરાંત સરકારી અધિકારીઓની સંડોવણી પણ ખુલ્લી છે.

    આમ વડાપ્રધાનની આ મહત્વાકાંક્ષી યોજનાને તેના ગૃહ રાજયમાં જ જે રીતે ભ્રષ્ટાચારનો લુણો લાગી ગયો તે વડાપ્રધાન માટે ચિંતા હોઈ શકે છે. જો કે ગુજરાત સરકાર કંઈ છુપાવ્યા વગર જ ‘ઓલ-કલીન’ કરવા માટે જે રીતે આગળ વધી રહી છે તે સરકારની મકકમતા દર્શાવે છે. આ અંગે પણ ચર્ચા થાય તે શકય છે. રાજયમાં કાયદો અને વ્યવસ્થાના પશ્નો પણ હાલ વધી ગયા છે અને તેને અંકુશમાં રાખવામાં પણ સરકારન આકરૂ થવું પડયું છે.

    ગુજરાત એ જે રીતે દેશમાં ‘મોડેલ’ સ્ટેટ છે તેમાં કોઈ પ્રશ્ન ન સર્જાય તે જોવા મોદી-શાહ આતુર છે. ખ્યાતિકાંડ છેક સંસદ સુધી પહોંચી ગયા છે અને તે પણ ચિંતા છે. બીજુ મહત્વનું સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીઓ આવી રહી છે. ભાજપને નવા પ્રદેશ પ્રમુખ પણ મળવાના છે.

    આમ ગુજરાતએ આ વર્ષે ધમધમતુ અને કેન્દ્રમાં રહેવાનું છે તેથી રાજયમાં તેની શ્રેષ્ઠતા જાળવી રાખે તે જોવા મોદી-શાહ આતુર છે. છેલ્લે હરિયાણા ચૂંટણીના દિને તા.6 ઓકટોના દિલ્હીમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની આ બે રાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી.

    Bhupendra Patel GUJARAT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot:મનપાના ફાયર બ્રિગેડ કર્મચારીની સળંગ નોકરી ગણી આપવાના લેબર કોર્ટેના હુકમ સુપ્રીમ યથાવત રાખ્યો

    June 2, 2025
    રાજકોટ

    ભીમ અગિયારસ પૂર્વે,રાજકોટમાં જુગારના પટ મંડાયા: પાંચ સ્થળોએ દરોડા

    June 2, 2025
    રાજકોટ

    Rajkot: સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેકટર વિરૂધ્ધ પીએમ, સીએમને રાવ

    June 2, 2025
    રાજકોટ

    Rajkot: પૈસા બાબતે ઝઘડો કરી પુત્ર એ માતાને છરી ઝીકી

    June 2, 2025
    રાજકોટ

    Rajkot: ટ્રેક્ટર એ બાઈકને ઠોકર આધેડ નું મોત

    June 2, 2025
    રાજકોટ

    Rajkot: ટૂર પેકેજના બદલે માત્ર ફ્લાઈટની ટિકિટ પકડાવી લાખો રૂપિયાનો ચૂનો ચોપડીયો

    June 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    June 2, 2025

    Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો

    June 2, 2025

    Dhoraji: બોલેરો માંથી 252 બોટલ દારૂ સાથે ઉપલેટા પથકનો શખ્સ ઝડપાયો

    June 2, 2025

    Dhoraji: સગીરાને સાવકા બાપે ગર્ભવતી બનાવી સર્વત્ર ફિટકાર

    June 2, 2025

    Dhoraji: ચેક રિટર્ન કેસમાં ભાગીદાર ને એક વર્ષની કેદ

    June 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    June 2, 2025

    Jasdan: ગઢડીયા ગામની સીમમાં જુગારનો દરોડો

    June 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.