Gujarat,તા.૧૩
ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં જેમ જેમ નવેમ્બર મહિનો આગળ વધી રહ્યો છે તેમ તેમ રાજ્યમાં તાપમાન ઘટી રહ્યું છે. ગુજરાતમાં વહેલી સવારે અને મોડી સાંજ બાદ શિયાળાની અસર વર્તાય છે. વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે. રાજ્યમાં તાપમાન ઘટતું દેખાઈ રહ્યું છે. અમરેલીમાં ૧૭.૨ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં ઠંડી ભુક્કા બોલાવશે એવું હવામાન વિભાગનું માનવું છે.
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં ઠંડી ઘટી હતી. રાજ્યમાં ૧૭.૨ ડિગ્રીથી લઈને ૨૬ ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં અમરેલીમાં ૧૭.૨ ડિગ્રી લધુતમ તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. જ્યારે ઓખામાં ૨૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે સરક્યું હતું. અને બાકીના વિસ્તારોમાં ૨૦-૨૧ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ ૩૫.૫ ૨૦.૦
ડીસા ૩૬.૭ ૧૯.૮
ગાંધીનગર ૩૫.૪ ૧૯.૦
વિદ્યાનગર ૩૬.૧ ૨૨.૨
વડોદરા ૩૪.૬ ૧૮.૮
સુરત ૩૪.૬ ૨૧.૮
દમણ ૩૪.૦ ૨૦.૪
ભૂજ ૩૫.૮ ૨૧.૪
નલિયા ૩૫.૨ ૧૮.૦
કંડલા પોર્ટ૩૬.૧ ૨૩.૬
કંડલા એરપોર્ટ ૩૫.૩ ૨૦.૫
અમરેલી ૩૪.૪ ૧૭.૨
ભાવનગર ૩૩.૯ ૨૧.૦
દ્વારકા ૩૪.૦ ૨૪.૦
ઓખા ૩૨.૩ ૨૬.૦
પોરબંદર ૩૫.૨ ૧૯.૮
રાજકોટ ૩૭.૦ ૧૯.૬
વેરાવળ ૩૫.૦ ૨૨.૯
દીવ ૩૩.૪ ૧૯.૫
સુરેન્દ્રનગર ૩૬.૩ ૨૧.૦
મહુવા ૩૩.૬ ૧૮.૩
કેશોદ ૩૪.૭ ૧૮.૦
હવામાન વિભાગ પ્રમાણે હવે ધીમે ધીમે તાપમાન ગગડી રહ્યું છે. અને ઉત્તર ભારતમાં હિમ વર્ષાના પગલે આગામી દિવસોમાં ઠંડા પવનો પણ ફૂંકાવાનું શરુ થશે અને ઠંડીનો પારો ગગડશે. આ સાથે જ આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડી ભુક્કા બોલાવશે. ડિસેમ્બરની શરુઆતથી જ રાજ્યમાં જોરદાર ઠંડી પડવાનું શરું થશે.