Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટેરિફ વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી વાટાઘાટ નહીં કરવાનું એલાન: Donald Trump

    August 8, 2025

    Spain માં મુસ્લિમોને જાહેર સ્થળો પર તહેવાર ઉજવવા પર પ્રતિબંધ : વિવાદ

    August 8, 2025

    Trump tariff સામે વળતા ‘એકશન’ની તૈયારી: ઉચ્ચસ્તરીય બેઠક બોલાવતા નરેન્દ્ર મોદી

    August 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટેરિફ વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી વાટાઘાટ નહીં કરવાનું એલાન: Donald Trump
    • Spain માં મુસ્લિમોને જાહેર સ્થળો પર તહેવાર ઉજવવા પર પ્રતિબંધ : વિવાદ
    • Trump tariff સામે વળતા ‘એકશન’ની તૈયારી: ઉચ્ચસ્તરીય બેઠક બોલાવતા નરેન્દ્ર મોદી
    • આરોગ્ય કથળતા Asaram ની જામીન મુક્તિની મર્યાદા 21 ઓગસ્ટ સુધી લંબાવવા HCનો આદેશ
    • Road accident માં ઘાયલોને મળશે રૂા.1.50 લાખ સુધીની મફત સારવાર : અમલ શરૂ
    • UPI સેવાઓમાં ફરી રૂકાવટ : લેવડ – દેવડ ઠપ્પ થઈ
    • Bank વારસદાર-નોમીનીને જમા થાપણ પરત કરવામાં વિલંબ કરે તો પેનલ્ટી ચૂકવવી પડશે
    • Rajkot: બેડી ગામે પરિણીતા પર પતિનો ધારીયા વડે હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ખેડૂતો આનંદો! Gujarat government 350 કરોડના કૃષિ રાહત પેકેજની કરી જાહેરાત
    ગુજરાત

    ખેડૂતો આનંદો! Gujarat government 350 કરોડના કૃષિ રાહત પેકેજની કરી જાહેરાત

    Vikram RavalBy Vikram RavalAugust 23, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.23

    ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા  રૂ. 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

    આગળ તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકશાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

    રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય અપાશે. જેમાં…

    રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો:

    (1) ખરીફ 2024-25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ.8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. 2,500 સહાય મળી કુલ રૂ. 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

    (2)  વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. 5,000 સહાય મળી કુલ રૂ. 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

    (3) બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ  નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

    નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 2 જુલાઇ, 2024ના રોજ વંટોળ સાથે વરસેલા ભારે વરસાદને કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના ઝાડ પડી જવા, ડાળીઓ તૂટી જવા તેમજ કેળ પાક પડી જવાથી વ્યાપક નુકસાન થવાના અહેવાલો પણ મળ્યા છે. આવા અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે.

    આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. 3,500 કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. 3500 ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે.

    ધરતીપુત્રો માટે ઉદાર હૃદયે રાજ્યની તિજોરી ખુલ્લી રાખવા બદલ કૃષિ મંત્રીએ વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રી તેમજ નાણાં મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નુકશાન પેટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર સહાયથી ખેડૂતોને પાક નુકશાનીમાં ચોક્કસપણે રાહત મળશે.

    અત્રે નોંધનીય છે કે, ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયતનમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.

    Agricultural-Minister Agricultural-Package Farmer Raghavji-Patel Relief-Package
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    આરોગ્ય કથળતા Asaram ની જામીન મુક્તિની મર્યાદા 21 ઓગસ્ટ સુધી લંબાવવા HCનો આદેશ

    August 8, 2025
    રાજકોટ

    Rajkot: બેડી ગામે પરિણીતા પર પતિનો ધારીયા વડે હુમલો

    August 7, 2025
    રાજકોટ

    Rajkot: બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સીમાંથી શરાબની 182 બોટલ ઝડપાઈ

    August 7, 2025
    મોરબી

    Tankara ના હરબટીયાળી નજીક કારની ઠોકરે બાઈકચાલક આધેડ ઈજાગ્રસ્ત

    August 7, 2025
    મોરબી

    Morbi: જુના ઘૂટું રોડે ઈનોવા કાર અને બાઈક અથડાતા યુવાનને ઈજા પહોંચી

    August 7, 2025
    મોરબી

    Morbi: અમરનગર ગામે ચાર ઇસમોએ બે યુવાનોને માર માર્યો, છરી વડે ઈજા પહોંચાડી

    August 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટેરિફ વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી વાટાઘાટ નહીં કરવાનું એલાન: Donald Trump

    August 8, 2025

    Spain માં મુસ્લિમોને જાહેર સ્થળો પર તહેવાર ઉજવવા પર પ્રતિબંધ : વિવાદ

    August 8, 2025

    Trump tariff સામે વળતા ‘એકશન’ની તૈયારી: ઉચ્ચસ્તરીય બેઠક બોલાવતા નરેન્દ્ર મોદી

    August 8, 2025

    આરોગ્ય કથળતા Asaram ની જામીન મુક્તિની મર્યાદા 21 ઓગસ્ટ સુધી લંબાવવા HCનો આદેશ

    August 8, 2025

    Road accident માં ઘાયલોને મળશે રૂા.1.50 લાખ સુધીની મફત સારવાર : અમલ શરૂ

    August 8, 2025

    UPI સેવાઓમાં ફરી રૂકાવટ : લેવડ – દેવડ ઠપ્પ થઈ

    August 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટેરિફ વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી વાટાઘાટ નહીં કરવાનું એલાન: Donald Trump

    August 8, 2025

    Spain માં મુસ્લિમોને જાહેર સ્થળો પર તહેવાર ઉજવવા પર પ્રતિબંધ : વિવાદ

    August 8, 2025

    Trump tariff સામે વળતા ‘એકશન’ની તૈયારી: ઉચ્ચસ્તરીય બેઠક બોલાવતા નરેન્દ્ર મોદી

    August 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.