Ahmedabad,તા.17
ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નીખિલ એસ. કારિયેલની એક ખંડપીઠે ભાવનગરની ચેરિટી કમિશનરની કચેરીમાં પ્રેક્ટીસ કરતા 70 વર્ષીટ એડવોકેટ અને અન્ય વિરુદ્ધ રાજ્ય સરકાર કેસમાં મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.
કોર્ટે અરજદારોને ચેરિટી કમિશનરની કચેરીના પ્રિસાઇડીંગ ઓફિસરો વિરૂધ્ધ આક્ષેપો કરીને તેમની સામે કાર્યવાહી કરવાની અરજી શરતી રીતે પાછી ખેંચવાની મંજૂરી આપી હતી પરંતુ તેમની વિરુદ્ધ કડક શબ્દોમાં ટિપ્પણીઓ કરી છે અને બન્નેને રૂ।.1-1 લાખનો દંડ ફટકાર્યો છે.
આ અરજીમાં અરજદારો દ્વારા ચેરિટી કમિશનના અધિકારીઓ વિરુદ્ધ વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટે નિરિક્ષણ કર્યું કે આ અરજી અધિકારીઓને દબાણ હેઠળ લાવવાનો પ્રયાસ હોવાનું જણાય છે અને અરજદારોની કોઈ વ્યક્તિગત અથવા કાનૂની ફરિયાદ ન હોવા છતાં અરજી દાખલ કરવામાં આવી હતી.
ન્યાયાલયે નોંધ્યું કે, અરજદાર નંબર 1 એક વકીલ છે, જેઓને 30 વર્ષનો અનુભવ છે અને તેઓ આશરે 70 વર્ષના છે. અરજદાર નંબર 3 ટ્રસ્ટી છે. બંનેએ અદાલતને વિનંતી કરી કે અરજી બનિશરતી રીતે પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવે.
અદાલતે કહ્યું કે, અરજદારો દ્વારા દાખલ અરજી કોર્ટના કિંમતી સમયનો દુરુપયોગ છે અને ક્વાઝી ન્યાયિક અધિકારીઓની કાર્યપદ્ધતિ પર અનાવશ્યક રીતે સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
તેના આધારે, હાઈકોર્ટે નીચેના આદેશો આપ્યા હતા કે, અરજદારોને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવે છે પરંતુ અરજદાર નં. 1 અને 3 પર રૂ।.1,00,000 (એક લાખ) દંડ ફટકારવામાં આવ્યો છે, જે ચાર અઠવાડિયામાં હાઈકોર્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી પાસે જમા કરાવવાનો રહેશે.
બંને અરજદારોને ચાર અઠવાડિયામાં અદાલતમાં શપથપત્ર આપવાનો રહેશે કે તેઓ ભવિષ્યમાં આવો પ્રકારની અરજી અથવા આક્ષેપો સંબંધિત કોઈ ફરિયાદ દાખલ નહીં કરે. ભવિષ્યમાં જો તેઓ કોઈ નવી અરજી કે કાનૂની કાર્યવાહી કરશે.
જેમાં ન્યાયિક અધિકારીઓ વિરુદ્ધ આક્ષેપો હશે, તો આ આજનો આદેશ તેની સાથે જોડવો ફરજિયાત રહેશે. કેસની આગામી સુનાવણી 14 નવેમ્બર, 2025ના રોજ કોર્ટમાં રાખવામાં આવી છે જેથી દંડ અને એફિડેવીટ તેઓ દ્વારા રજૂ કરાઇ હતી તેનું પાન કરવામાં આવ્યુ છે તેની જાણકારી આપવાની રહેશે