Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bihar માં અચાનક મકાનની છત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવારના 5 સભ્યોના મૃત્યુ થયા

    November 10, 2025

    IPO કે માર્કેટ ? નાણાનું રોકાણ કયાં કરવું ??

    November 10, 2025

    Gold and silver ફરી સળગ્યા : તોતિંગ ઉછાળો

    November 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bihar માં અચાનક મકાનની છત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવારના 5 સભ્યોના મૃત્યુ થયા
    • IPO કે માર્કેટ ? નાણાનું રોકાણ કયાં કરવું ??
    • Gold and silver ફરી સળગ્યા : તોતિંગ ઉછાળો
    • બે અબજ Password લીક થયા છે : વિશ્લેષણમાં ઢીલાશ સામે આવી
    • Bengaluru ના આંતરરાષ્ટ્રીય વિમાની મથકના ટર્મિનલમાં નમાઝ પઢવાનો વિડીયો વાયરલ
    • America માં શટડાઉન ખત્મ થવાના આરે : સહમતિ બનવાના સંકેત
    • Denmark ની સરકારે 15 વર્ષથી નીચેની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર રોક લગાવી
    • Power Bank પર પ્રતિબંધ બાદ હવે ફ્લાઇટમાં બ્લૂટૂથ ઇયરબડ્સ રાખવા પર રોક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રાજય તરીકે Gujarat દેશમાં મોખરે
    ગુજરાત

    સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રાજય તરીકે Gujarat દેશમાં મોખરે

    Vikram RavalBy Vikram RavalMarch 19, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજ્યની વિવિધ રોજગાર કચેરીઓ દ્વારા અંદાજે ૨.૯૬ લાખ જેટલા ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી

    Gandhinagar, તા. ૧૯

    ગુજરાતમાં બેરોજગારીનો દર કેટલો છે? રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વિધાનસભામાં આ અંગે માહિતી આપી હતી. વિધાનસભા ગૃહમાં શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગની અંદાજપત્ર માંગણીઓની ચર્ચા દરમિયાન બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે દેશના વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત હંમેશા શ્રમયોગીઓને કેન્દ્રમાં રાખીને નીતિઓ બનાવે છે. રાજયના શ્રમિકોને યોગ્ય વેતન મળે, તેમના પરિવારના કલ્યાણને લગતી યોજનાઓ બનાવવી તેનું અમલીકરણ કરવું તેમજ રાજયના યુવાનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી તેમને તાલીમબદ્ધ કરી ઉદ્યોગોની જરૂરિયાતને અનુરૂપ માનવબળ તૈયાર કરવાની કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મંત્રી રાજપૂતે કહ્યું હતું કે રાજ્ય સરકાર ભરતી મેળાઓના આયોજન દ્વારા રોજગારી પૂરી પાડનાર તથા મેળવનાર વચ્ચે સેતુ બનીને વધુમાં વધુ યુવાનો રોજગારી પ્રાપ્ત કરી શકે તે દિશામાં નક્કર કામગીરી કરી રહી છે. જેના પરિણામે દેશભરમાં સૌથી નીચા બેરોજગારી દર તથા સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રાજય તરીકે ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે.

    રોજગાર અને તાલીમ વિશે વિગતો આપતા મંત્રીએ કહ્યું કે રાજયના યુવાનોના કૌશલ્ય વર્ધન માટે ર૮૮ સરકારી, ૧૦૦ ગ્રાન્ટ ઇન એઇડ અને ૧૬૬ સ્વનિર્ભર આઇ.ટી.આઇ. એમ કુલ ૫૫૪ આઇ.ટી.આઇ. દ્વારા દર વર્ષે અંદાજે દોઢ લાખ વિદ્યાર્થીઓને કૌશલ્યબદ્ધ કરવામાં આવે છે. વર્ષ ર૦ર૪-ર૫માં રાજયની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ઉદ્યોગોની માંગ મુજબના ન્યુ એઇજ કોર્સિસ જેવા કે સોલાર ટેક્નિશિયનની ર૦૦ બેઠકો તેમજ મિકેનીક-ઇલેકટ્રીક વ્હીકલ કોર્સની ૭ર બેઠકો શરૂ કરવામાં આવી છે, જે થકી રાજયનું યુવાધન હાલની માર્કેટ ડિમાન્ડને અનુરૂપ વ્યવસાયોમાં તાલીમ મેળવી સક્ષમ બની શકશે. ગત નાણાંકીય વર્ષમાં રાજ્યની વિવિધ રોજગાર કચેરીઓ દ્વારા અંદાજે ૨.૯૬ લાખ જેટલા ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.

    * કુલ ૫૫૪ આઇ.ટી.આઇ. દ્વારા દર વર્ષે અંદાજે દોઢ લાખ વિદ્યાર્થીઓને કૌશલ્યબદ્ધ કરાયા

    * અનુબંધનમ વેબ પોર્ટલ પર ૫૦,૦૦૦થી વધુ નોકરીદાતા અને સાડા ચાર લાખથી વધુ ઉમેદવાર નોંધાયા

    * ગત વર્ષ સુધીમાં ૭,૬૩૬ એકમોમાં ૧ર લાખથી વધુ શ્રમિકોને ૧,૭ર૯.૯૪ કરોડની માતબર રકમ બોનસ તરીકે ચૂકવણી કરાવાઈ

    * બાંધકામ શ્રમિકોને પાંચ રૂપિયાના નજીવા ભાડે મૂળભૂત સુવિધાઓ સાથેના આવાસની સુવિધા પૂરી પાડવા માટે શ્રમિક બસેરા યોજના અન્વયે રૂ. ર૦૦ કરોડની જોગવાઇ

    * શ્રમિકોના આરોગ્ય માટે સ્થળ પર જ પ્રાથમિક તપાસ, સારવાર તથા નિદાન માટે ૧૫૪ ધન્વંતરી આરોગ્ય રથ કાર્યરત

    તેમણે જણાવ્યું કે રાજયના યુવાનો સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડી શકે તે માટે રોજગાર કચેરીઓ દ્વારા ૩૦ દિવસીય નિવાસી તાલીમનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં ગત નાણાંકીય વર્ષમાં ૪૮ તાલીમ વર્ગમાં ૧,૪૧૫ જેટલા ઉમેદવારોને શારીરિક તેમજ લેખિત કસોટીઓની તૈયારીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનુબંધનમ વેબ પોર્ટલ દ્વારા નોકરીદાતા અને નોકરી વાંચ્છુઓ વચ્ચેનું અંતર ઘટાડી બંનેને એક જ પ્લેટફોર્મ ઉપર લાવી શકાયા છે. જેના પરિણામે આ પોર્ટલ પર ૫૦,૦૦૦થી વધુ નોકરીદાતા અને સાડા ચાર લાખથી વધુ ઉમેદવાર નોંધાયેલા છે.

    રાજયના યુવાનો સ્વરોજગાર તરફ વળી આત્મનિર્ભર બને અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ર૦૪૭ના વિકસિત ભારતના નિર્માણના સ્વપ્નને સાકાર કરવાના યજ્ઞમાં જોડાય તે હેતુથી રાજયના યુવાનોના કૌશલ્ય વિકાસ માટે રાજ્ય સરકારે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરી એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે, એમ મંત્રીએ જણાવ્યું હતું. શ્રમ અને રોજગાર મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના પ્રશ્નોના નિરાકરણ માટે શ્રમસેતુ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કેસ એન્ડ કલેઇમ મોડયુલ હેઠળ જૂન-ર૦ર૩ થી ડિસેમ્બર ર૦ર૪ સુધીમાં ૮,૮૦૦થી વધુ અરજીઓ પરત્વે ઓનલાઇન કામગીરી કરવામાં આવી છે. શ્રમિકોને વિવિધ કાયદાઓને લગતી માહિતી માટે શ્રમિક સહાયતા કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગત વર્ષે અંદાજે ૧૮ હજારથી વધુ ફોન કોલ્સ આવેલા અને તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોનસ ચૂકવણી અધિનિયમ અન્વયે શ્રમિકોને દિવાળીના તહેવારો સમયે બોનસ મળી રહે તે માટે શ્રમ આયુકતની કચેરીના સઘન પ્રયત્નો થકી ગત વર્ષ સુધીમાં ૭,૬૩૬ એકમોમાં ૧ર લાખથી વધુ શ્રમિકોને ૧,૭ર૯.૯૪ કરોડની માતબર રકમ બોનસ તરીકે ચૂકવણી કારવવામાં આવી હતી.

    મંત્રીએ જણાવ્યું કે બાંધકામ શ્રમિકોને કામના સ્થળની નજીક રાહત દરે રહેવાની સુવિધા મળે તે માટે શ્રમિક બસેરા યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં કાર્યરત ૧૭ સાઇટો પર અંદાજે ૧ર,૮૩ર લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા બાંધકામ શ્રમિકોને પાંચ રૂપિયાના નજીવા ભાડે મૂળભૂત સુવિધાઓ સાથેના આવાસની સુવિધા પૂરી પાડવા માટે શ્રમિક બસેરા યોજના અન્વયે રૂ. ર૦૦ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.

    રાજપૂતે વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં બાંધકામ શ્રમિકોના આરોગ્ય માટે સ્થળ પર જ પ્રાથમિક તપાસ, સારવાર તથા નિદાન માટે ધન્વંતરી આરોગ્ય રથ યોજના અંતર્ગત રાજ્ય સરકારે રૂ. ૫૦ કરોડની જોગવાઇ કરી છે. જે અંતર્ગત ૧૫૪ ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકોની પ્રાથમિક આરોગ્ય તપાસ થાય છે. જેમાં નવા ૫૦ રથ આગામી સમયમાં વધારવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના બાળકોના ધોરણ-૧થી પી.એચ.ડી. સુધીના અભ્યાસ માટે શિક્ષણ સહાય પણ આપવામાં આવે છે. શ્રમિકોને કડિયા નાકા ઉપર માત્ર પાંચ રૂપિયાના નજીવા દરે પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે. આવા ર૯૦ કેન્દ્રોમાં ગત વર્ષ સુધીમાં કુલ ૮૬ લાખ શ્રમિકોને ભોજન વિતરણ કરવામાં આવ્યા છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન વિતરણ કરવાના હેતુથી ૧૦૦થી વધુ કેન્દ્રો માટે રૂ. ૯૦ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.

    શ્રમિકોની સલામતી વિશે વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું કે શ્રમિકોની સલામતી માટે નિયામક-બોઇલરોની કચેરી દ્વારા ૭,૯૩૭ બોઇલરો અને ૧૮૦ ઇકોનોમાઇઝરનું નિરીક્ષણ કરીને પ્રમાણિત કરવામાં આવ્યા છે. જેથી સમગ્ર વર્ષ દરમિયાન પ્રમાણિત બોઇલરમાં એકપણ અકસ્માત થયેલ નથી, તેમ તેમણે જણાવ્યું હતું. આ સાથે શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગની રૂ. ૨૧૦૩ કરોડથી વધુની અંદાજપત્ર માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.

    Balwantsinh Rajput Gandhinagar jobs
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Bihar માં અચાનક મકાનની છત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવારના 5 સભ્યોના મૃત્યુ થયા

    November 10, 2025
    મુખ્ય સમાચાર

    બે અબજ Password લીક થયા છે : વિશ્લેષણમાં ઢીલાશ સામે આવી

    November 10, 2025
    અન્ય રાજ્યો

    Bengaluru ના આંતરરાષ્ટ્રીય વિમાની મથકના ટર્મિનલમાં નમાઝ પઢવાનો વિડીયો વાયરલ

    November 10, 2025
    આંતરરાષ્ટ્રીય

    America માં શટડાઉન ખત્મ થવાના આરે : સહમતિ બનવાના સંકેત

    November 10, 2025
    આંતરરાષ્ટ્રીય

    Denmark ની સરકારે 15 વર્ષથી નીચેની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર રોક લગાવી

    November 10, 2025
    અન્ય રાજ્યો

    હવામાં ચાલુ ઉડાને Plane Engine Fail : કોલકાતામાં ઈમરર્જન્સી લેન્ડીંગ

    November 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bihar માં અચાનક મકાનની છત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવારના 5 સભ્યોના મૃત્યુ થયા

    November 10, 2025

    IPO કે માર્કેટ ? નાણાનું રોકાણ કયાં કરવું ??

    November 10, 2025

    Gold and silver ફરી સળગ્યા : તોતિંગ ઉછાળો

    November 10, 2025

    બે અબજ Password લીક થયા છે : વિશ્લેષણમાં ઢીલાશ સામે આવી

    November 10, 2025

    Bengaluru ના આંતરરાષ્ટ્રીય વિમાની મથકના ટર્મિનલમાં નમાઝ પઢવાનો વિડીયો વાયરલ

    November 10, 2025

    America માં શટડાઉન ખત્મ થવાના આરે : સહમતિ બનવાના સંકેત

    November 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bihar માં અચાનક મકાનની છત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવારના 5 સભ્યોના મૃત્યુ થયા

    November 10, 2025

    IPO કે માર્કેટ ? નાણાનું રોકાણ કયાં કરવું ??

    November 10, 2025

    Gold and silver ફરી સળગ્યા : તોતિંગ ઉછાળો

    November 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.