Gandhinagar,તા.21
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વઘુ 68 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંક હવે વધીને 265 થઇ ગયો છે. બે દિવસ અગાઉ કોરોનાના 190 એક્ટિવ કેસ હતા.
આમ, એક્ટિવ કેસના પ્રમાણમાં બે દિવસમાં 50 ટકાથી વઘુનો વધારો થયો છે. હાલ 265માંથી માત્ર 11 દર્દીઓ જ હોસ્પિટલમાં છે જ્યારે 254 હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે.
ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જારી કરવામાં આવેલી વિગતો અનુસાર છેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓ સાજા થયા છે જ્યારે એકપણ મૃત્યુ થયું નથી.
હાલ જે કેસ જોવા મળે છે તેમાં ઓમિક્રોનના પેટા ટાઇપ વેરિયન્ટ એલએફ.7.9 અને એક્સએફી રેકોમબાયનટ છે. જેમાં દર્દીને સામાન્ય તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જોવા મળે છે.