Ahmedabad,તા.25
કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના અન્ય ભાગોમાંથી પણ તબક્કાવાર ચોમાસું વિદાય લેશે.
જો કે અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 980.24 મિ.મી વરસાદ વરસી ચૂક્યો છે. આ સાથે જ આ ચોમાસું સિઝનમાં રાજ્યમાં સરેરાશ 111.16 ટકા વરસાદ નોંધાયો છે. આ સતત ચોથું વર્ષ છે, જ્યારે રાજ્યમાં વરસાદ 100 ટકાથી વધુ પડ્યો હોય.
અગાઉ 2022માં 122.09 ટકા, 2023માં 108.16 ટકા, 2024માં 143.14 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં સૌથી વધુ 135.95 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 95.70 ટકા વરસાદ નોંધાયો છે.