Mumbai,તા.21
શનિવારે અમદાવાદમાં દિલ્હી કેપિટલ્સ સામેની સાત વિકેટની જીત બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ પર દંડ ફટકારવામાં આવ્યો હતો.વર્તમાન સીઝનમાં સ્લો ઓવર-રેટના પહેલા ગુના બદલ તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL 2025માં આ દંડનો સામનો કરનાર તે સાતમો કેપ્ટન છે. આ પહેલાં રાજસ્થાન (બે વાર), મુંબઈ, બેન્ગલોર, લખનઉ અને દિલ્હીના કેપ્ટન્સને આ પ્રકારનો એક વારનો દંડ થયો છે.