Ahmedabad,તા.09
IPL માં સારા ફોર્મમાં રહેલી ગુજરાત ટાઇટન્સ (GT) આજે તેના હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાન રોયલ્સ (RR) સામે ટકરાશે. યજમાન ગુજરાતની ટીમ ચાર મેચમાંથી ત્રણ જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમે તેની અગાઉની મેચ SRH સામે સાત વિકેટે જીતી લીધી અને બીજું સ્થાન મેળવ્યું.
બીજી તરફ, આરઆર ટીમે પણ ટુર્નામેન્ટમાં ધીમી શરૂઆત બાદ વેગ પકડ્યો હતો અને પ્રથમ બે હાર્યા બાદ આગામી બે મેચ જીતી હતી. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે આજે રસપ્રદ મેચ જોવા મળી શકે છે.
ટાઇટન્સ પાસે હાલમાં છ પોઈન્ટ છે અને આજની જીત ટેબલમાં તેનું સ્થાન વધુ મજબૂત કરશે. રોયલ્સ પાસે ચાર પોઈન્ટ છે અને તેઓ કોઈ પણ રીતે જીતવા માંગે છે.આ મેચમાં બંને ટીમોના બે ફાસ્ટ બોલરો વચ્ચે રસાકસી જોવા મળી શકે છે. ટાઇટન્સ માટે, મોહમ્મદ સિરાજ ફૂલ ફોર્મમાં છે, તેણે ટુર્નામેન્ટની ચાર મેચમાં 13.78 ની સરેરાશથી નવ વિકેટ લીધી છે. તેના બોલની ગતિ અને સ્વિંગ બેટ્સમેન માટે મુશ્કેલીનું કારણ બને છે.બીજી તરફ, રાજસ્થાનના ઇંગ્લિશ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે છેલ્લી મેચમાં પંજાબ સામે ત્રણ વિકેટ લઈને ખતરનાક દેખાવ કર્યો હતો. જોફ્રાએ અત્યાર સુધીમાં ફક્ત ચાર વિકેટ લીધી છે, પરંતુ તેણે પોતાની લય શોધી લીધી છે.