Rajkot,તા.25
હાલ ચાલી રહેલ લાલા ગુજરાતી ફિલ્મ આજ જ જોયું. ઘણા સમયે પારિવારિક ફિલ્મ આવ્યું. ઘણા નવા આયામો રજૂ કરવામાં આવ્યાં છે. જીવનમાં મુશ્કેલીઓ અડચણ કે સમસ્યાઓ કોના જીવનમાં નથી? જીવનમાં સંઘર્ષો સદાય રહેવાના છે. જીવનની મુશ્કેલીઓમાંથી રસ્તો ખુદ જ શોધવો પડશે. લાલા ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણ નાયકને ડગલેને પગલે પોતાની મુશ્કેલીનો માર્ગ જાતે શોધવા કહે છે.
કર્મ કરવા કહે છે. ઈશ્વર ક્યાં છે? અરે, ઈશ્વર ક્યાં નથી? આ પણ આ ફિલ્મ દ્વારા બતાવવામાં આવ્યું છે..આમ તો ઈશ્વર આપણી અંદર જ છે..કોઈ ખોટું કામ કરતા પહેલા આપણને આપણી અંદરનો ઈશ્વર ના પાડે જ છે..અને જીવનમાં હંમેશા મુશ્કેલીઓમાં લડતા આપણને આપણી અંદરના ઈશ્વર બતાવે છે ..ફિલ્મમાં તુલસીને નોકરી અપાવવા વખતે ઈશ્વર મદદે આવે છે..આપણને નાનપણથી જ આપણા ઘરમાંથી એવું શીખવવામાં આવે છે.
કે ઈશ્વર રૂપી એક અદ્રશ્ય શક્તિ આ કુદરતમાં કામ કરે છે અને આપણને જ્યારે પણ એની જરૂર પડે ત્યારે એ આપણી મદદે આવી જતી હોય છે. ઈશ્વર પરનો વિશ્વાસ જ આપણને જીવાડે છે..અને લાલા ફિલ્મમાં તો ક્યારેક ઈશ્વર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શિક્ષક બની ભણવામાં મહેનત કરવી અને આત્મહત્યા તરફ ક્યારેય ન વળવું એ સમજાવે છે.કોઈ પણ સમસ્યામાં આત્મહત્યા કોઈ ઉપાય નથી..તો ક્યારેક ભગવત ગીતાનાં પાઠ સમજાવે છે. આજના યુવાનો માટે એક શીખ લેવા જેવી છે કે સંગત આપણા કેટલી અસર કરી શકે છે.

