Mumbai,તા.31
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ના એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સને 20 રનથી હારનો સામનો કરવો પડયો. આ હાર સાથે ટીમ ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ.
એલિમિનેટરમાં ગુજરાતની હારનો મોટો વિલન કુશલ મેન્ડિસ અને ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોટઝી રહ્યો હતો. મુંબઈના બેટ્સમેનોએ ગેરાલ્ડ કોટઝીની ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યાં. પરિસ્થિતિ એવી બની કે કેપ્ટન શુભમન ગિલે તેને ફક્ત 3 ઓવર બોલિંગ કરાવી, જેમાં તેણે 51 રન આપ્યા અને એક પણ વિકેટ લઈ શક્યો નહીં.
જ્યારે શ્રીલંકાના કુશલ મેન્ડિસે ગુજરાત માટે IPL ડેબ્યૂ કર્યું, જે બહુ ખાસ નહોતું. તેને જોસ બટલરની જગ્યાએ ગુજરાતની ટીમમાં સ્થાન મળ્યું હતું. શ્રીલંકાના વિકેટકીપર-બેટરનું મુંબઈ ઇન્ડિયન્સ સામે પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું.
એલિમિનેટર મેચમાં ગુજરાત માટે ડેબ્યૂ કરી રહેલા મેન્ડિસે વિકેટકીપિંગમાં બે મહત્વપૂર્ણ કેચ છોડી દેતા ટીમ મુશ્કેલીમાં મૂકાઈ હતી. પહેલો કેચ રોહિત શર્મા અને બીજો સૂર્યકુમાર યાદવનો હતો.
રોહિતે આ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને 81 રન બનાવ્યા, જેના કારણે મુંબઈએ મોટો સ્કોર બનાવ્યો. બીજી તરફ, કુશલ મેન્ડિસ બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહીં, ખૂબ જ મહત્વપૂર્ણ સમયે તે હિટ વિકેટ આઉટ થયો હતો.
એટલે કે તે મિચેલ સેન્ટરની ઓવરમાં શોર્ટ રમવા જતાં બેકફૂટ પર ગયો ત્યારે તેનો પગ સ્ટમ્પને અડી ગયો હતો. કુશલ 10 બોલમાં 20 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.