Rajkot, તા.23
નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ અને હાલ ગુજરાતના ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશન અંબાલાલ આર. પટેલે તા. ૨૧ મે ના રોજ પરિવાર સાથે રાજકોટ શહેરમાં આવેલા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના મુખ્ય કાર્યાલય સરદાર પટેલ ભવન અને કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી.
આ તકે ટ્રસ્ટીઓ અને ખોડલધામ લીગલ સમિતિ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયેલ. તેમણે રાજકોટ સ્થિત મુખ્ય કાર્યાલયે થતી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ નિહાળી હતી અને સમાજહિતમાં થતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. ત્યારબાદ અંબાલાલ આર. પટેલે કાગવડ ગામ પાસે આવેલા વિશ્વપ્રસિદ્ધ ખોડલધામ મંદિરે મા ખોડલના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને સમગ્ર મંદિર પરિસરની મુલાકાત કરી હતી.