Gujarat તા.2
જુલાઈ-2025માં ગુજરાત રાજયને જીએસટી હેઠળ રૂા.6,702 કરોડની આવક થયેલ છે જે જુલાઈ-2024માં થયેલ આવક રૂા.5,837 કરોડ કરતા 15% વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ 2025માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 8% રહેલ છે.
રાજયને જુલાઈ-2025માં વેટ હેઠળ રૂા.2,620 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂા.1,038 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂા.22 કરોડની આવક થયેલ છે.
આમ, રાજય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂા.10,381 કરોડની આવક થયેલ છે.
જુલાઈ-2025માં મોબાઈલ સ્કવોડ દ્વારા અન્વેષણની કામગીરી થતી રૂા.30.99 કરોડની આવક થયેલ જે ગત વર્ષના સમાન માસ દરમ્યાન થયેલ રૂા.24.65 કરોડ સામે 25.72% વધારે છે.