Ahmedabad,તા.2
એપ્રિલ-2025માં રાજય કર વિભાગને જીએસટી હેઠળ રૂ।.8,564 કરોડની આવક થયેલ છે. જે એપ્રિલ-2024માં થયેલ આવક રૂ।.7074 કરતાં 21 ટકા વધુ છે.જે જીએસટીના અમલીકરણ બાદની સૌથી ઉંચી માસિક આવક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ-2025માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ 12.6ટકા રહેલ છે. રાજયને એપ્રિલ-2025માં વેટ હેઠળ રૂ।.2685 કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ રૂ।.940 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂ।.20 કરોડની આવક થયેલ છે.
આમ રાજય કરવિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ।.12,209 કરોડની આવક થયેલ છે. જે ગત વર્ષના સમાન સમયગાળા કરતા 12 ટકા વધુ છે.માસ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા આઈજીએસટી સેન્ટમમેન્ટમાં તમામ રાજયો પાસેથી કરવામાં આવેલ રીકવરીમાં ગુજરાત રાજય પાસેથી રૂ।.1656 કરોડની રીકવરી કરવામાં આવેલ છે.