ગુરૂપૂજન, ક્ષીરસાગર પૂજન, મહાપ્રસાદ તથા રાત્રે સુફી ગઝલનું આયોજન
Gondal તા.9
સૌરાષ્ટ્રની અતિ પ્રાચિન અને પાવન જગ્યા પરબધામ ખાતે તા.10 ગુરુવારનાં ગુરૂપૂર્ણિમા પ્રસંગે મહંત સંત પુ.કરશનદાસબાપુનાં સાનિધ્ય માં ગુરુપુજન સહિત આયોજન કરાયા છે.
ગુરૂપૂર્ણિમાનાં રોજ સવારે આઠ કલાકે ગણપતિ પુજન,સવારે દશ કલાકે સદગુરૂ પાદુકા પુજન, સવારે સાડા દશ કલાકે દેવી દેવતાઓ ના થાળ,સવારે અગીયાર કલાકે મહાપ્રસાદ, રાત્રે નવ કલાકે ક્ષીરસાગર પુજન,રાત્રે સાડા આઠ કલાકે દેશનાં પ્રખ્યાત કલાકારો દવારા સુફી ગઝલ નુ આયોજન કરાયુ છે.
ગુરૂપૂર્ણિમાના રોજ હજારો સેવકો દ્વારા પુ.કરશનદાસબાપુ નુ ગુરુપુજન કરાશે. ગુરૂપૂર્ણિમાનાં હજારો શ્રધ્ધાળુઓ પરબધામ ઉમટી પડતા હોય અદભુત વ્યવસ્થા ગોઠવાયી છે.