Morbi,તા.19
પ્રોહીબીશન, મારામારી, ચોરી અને જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે
હળવદ તાલુકાના જુના દેવળિયા ગામેથી પ્રોહીબીશન ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા ઈસમને પોલીસે ઝડપી લીધો છે જે આરોપી અગાઉ મારામારી, ચોરી, જુગાર અને પ્રોહીબીશન સહિતના ૨૨ જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે અને રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે
મોરબી જીલ્લામાં નાસતા ફરતા, પેરોલ જંપ, જેલ ફરારી સહિતના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદમાં પ્રોહીબીશન ગુનામાં પાંચ માસથી નાસતો ફરતો આરોપી વિજય જયંતીભાઈ અઘારા વાળો હાલ જુના દેવળિયા ગામે હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી આરોપી વિજય અઘારાને જુના દેવળિયા ગામથી ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ મથકને સોપ્યો છે
ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે અગાઉ આરોપી વિરુદ્ધ હળવદ, મોરબી તાલુકા પોલીસ, સુરેન્દ્રનગર મુળી પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન, માળિયા પોલીસ મથક, મોરબી સીટી બી ડીવીઝન, આણંદ વાસદ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર વેજલપુલ પોલીસ મથક સહિતના પોલીસ મથકમાં ૨૨ ગુના નોંધાઈ ચુક્યા છે પ્રોહીબીશન, મારામારી, જુગાર અને ચોરી સહિતના ગુના આરોપી વિરુદ્ધ નોંધાઈ ચુક્યા છે