Morbi,તા.19
વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી બાઈક ચોરી કરનાર રીઢા ગુનેગારને મોરબી એ ડીવીઝન પોલીસે રામઘાટ નજીકથી ઝડપી લઈને ચોરાઉ બાઈક રીકવર કર્યું છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન મકરાણીવાસ રામઘાટ પાસેથી બાઈક સાથે એક ઇસમ મળી આવતા કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું અને પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક વાંકાનેર ચોરી અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેથી ચોરાઉ બાઈક સાથે આરોપી કાળું જાલમભાઇ દેહુધા (ઉ.વ.૨૪) રહે માટેલ તા. વાંકાનેર મૂળ રહે એમપી વાળાને ઝડપી લીધો હતો ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે જે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન, બી ડીવીઝન અને તાલુકા પોલીસ મથકમાં છ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે