થોરાળા પોલીસે કરેલી પાસા દરખાસ્તને પોલીસ કમિશ્નરની મંજૂરી : વડોદરા જેલ ભેગો કરી દેવાયો
Rajkot,તા.25
શહેરમાં ઘરફોડ ચોરી કરવાની ટેવ ધરાવતા રીઢા તસ્કરો વિરુદ્ધ અસરકારક કામગીરીના આદેશના પગલે થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એન જી વાઘેલાએ ઘરફોડ ચોરીનો અઠંગ આરોપી કુબલીયાપરામાં રહેતો વિપુલ વલ્લભભાઈ કાવિઠીયા (ઉ.વ.27) વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરતા પોલીસ કમિશનર દ્વારા પાસા દરખાસ્ત મંજૂર કરતા વિપુલ કાવેઠીયાને ઝડપી લઇ વડોદરા જેલ હવાલે કર્યો હતો.