Jamnagarતા ૨૬,
જામનગરમાં હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ તા ૨૬.૭.૨૦૨૫ ના રોજ કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ સ્મારક ખાતે જઈને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
રણ મલ તળાવ ના ગેઇટ નંબર એક પાસે આવેલા શહીદ સ્મારક પાસે આજે સવારે ૧૦.૦૦ કલાકે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરત જાડેજા ની રાહબરી હેઠળ માજી સૈનિકો બહોળી સંખ્યામાં એકત્રિત થયા હતા, અને વીર શહીદોને પુષ્પાંજલિ આપીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઉપરાંત હાલારના વીર શહીદ જવાનોના પરિવારોએ પણ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.