ગોહિલવાડમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બનાવવા કલેકટર દ્વારા ગુનેગારો પર ધોંસ બોલાવી
Bhavnagar,તા.12
ભાવનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે દારૂ જુગાર, વ્યાજ વટાવ, મારા મારી ,ઉઘરાણી, ધમકી જેવા ગુનાઓ આચારનારા તત્વો વિરુદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરી જિલ્લામાંથી અડધો ડઝનથી વધુ ગુનેગાર વિરુદ્ધ આવેલીપાસા ની દરખાસ્ત કલેકટર દ્વારામંજૂર કરી વિવિધ જેલમાં મોકલી દેવાના હુકમને પગલે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલી પાસા ની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષકુમાર બંસલ દ્વારા મંજુર કરાતા તમામને અલગ અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. પાસા હેઠળ વિવિધ જેલમાં મોકલાયેલા ગુનેગારોમાં બુટલેગર પાલીતાણાના ઠાડચ ના હરેશભાઈ ઉર્ફે હરી હિંમત મકવાણા, ને રાજકોટ જેલ હવાલે, મહુવાના બુટલેગર પ્રશાંત મોહન મકવાણા ને અમદાવાદ, ભાવનગરના કુંભારવાડાનો આરોપી વિશાલ રૂપે વિશ્વ ઉર્ફે ભૂરો ગોપાલ ચુડાસમા ને વડોદરા, ભાવનગરના મારામારીના ગુનામાં શક્તિભાઈ હાદાભાઈ ડાભી ને લાજપોર સુરત, હાદાનગરના માથાભારે સમીર ઉર્ફે સાંભળો નિરુભાઈ હુસેનભાઇ સુમરા ને સાબરમતી જેલ, ભાવનગરના બુટલેગર મફતનગર વાળા રવિ ઉર્ફે ડીજે અમરસિંહ રાઠોડ ને રાજકોટ મધ્યસ્થ જેલ માં પાસા હેઠળ મોકલી દેવાતા ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાયો છે