New Delhi,તા.16
છીંક, નાકમાંથી પાણી નીકળવું, નાક બંધ થઈ જવું ને સામાન્ય શરદી તરીકે જોવામાં આવે છે. પરંતુ કેટલીકવાર તેનું કારણ એલર્જી પણ હોય છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં અડધાથી વધુ લોકો નાકને લગતી એલજીર્થી પીડાય છે, જેને વિજ્ઞાનમાં એલર્જિક રાઇનાઇટિસ (એઆર) કહેવામાં આવે છે.
આ કારણે, વ્યક્તિનાં નાકમાં સોજો આવે છે, જેનાં કારણે નાક વહેવું, હંમેશા ખંજવાળ જેવી સમસ્યાઓ રહે છે. આ અભ્યાસ મુંબઈની વાડિયા ચિલ્ડ્રન્સ હોસ્પિટલ અને ફિલાડેલ્ફિયાની અમેરિકન કોલેજના વૈજ્ઞાનિકો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો.
આ અભ્યાસ દરમિયાન ભારતનાં 19 રાજ્યોમાં હાજર 40 હજારથી વધુ દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણે 11 થી 50 વર્ષની વયનાં લોકોનો ડેટા એકત્રિત કર્યો હતો, જેમને નાકની એલજીર્ના લક્ષણોને કારણે હોસ્પિટલ અથવા ક્લિનિકમાં સંપર્ક કરવામાં આવ્યો હતો. સંશોધનના તારણો જર્નલ ઓફ અસ્થમા અને એલજીર્માં પ્રકાશિત થયાં છે.
21,000 થી વધુ લોકો પીડાતાં હતા
અભ્યાસ દરમિયાન, એવું જાણવા મળ્યુ હતું કે લગભગ 53.7 ટકા લોકો એલર્જિક રાઇનાઇટિસથી પીડિત હતાં. તેમની સંખ્યા 21 હજારથી વધુ હતી. આ એલજીર્માં સૌથી સામાન્ય લક્ષણ સતત છીંક આવે છે.
લગભગ 69.1 ટકા લોકોએ કહ્યું કે તેઓ આખું વર્ષ છીંકની સમસ્યાથી પીડાય છે. આ ઉપરાંત, 87 ટકા લોકોને નાક બંધ અને નાકની અંદર સોજાને લગતી સમસ્યાઓ હતી. આ એલર્જી મહિલાઓમાં અને 11 થી 40 વર્ષની વયનાં લોકોમાં વધુ જોવા મળે છે.
મુંબઈની વાડિયા ચિલ્ડ્રન હોસ્પિટલમાં અભ્યાસ
► 40,000થી વધુ દર્દીઓનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો
► જર્નલ ઓફ અસ્થમા એન્ડ એલજીર્માં પ્રકાશિત સંશોધનના તારણો
► 73 ટકા લોકો ધૂળના કણોના સંપર્કમાં આવવાને કારણે ભોગ બન્યા હતા
► લગભગ 53.7 ટકા લોકો એલર્જિક રાઇનાઇટિસથી પીડાતા હતાં.
એલર્જિક રિહિનિટિસ શું છે?
રિપોર્ટ અનુસાર, જ્યારે લોકો એલજીર્ના સંપર્કમાં આવે છે ત્યારે તેના નાકની અંદર સોજો આવવા લાગે છે. આમાં છીંક, વહેતું નાક, ખંજવાળ અને નાક બંધ થવાની સંભાવના શામેલ છે. આ સમસ્યા સામાન્ય રીતે લોકોમાં હંમેશાં રહે છે.
આ વસ્તુઓના સંપર્કમાં આવવાથી જોખમ વધે છે
♦ ઘરની ધૂળમાં જોવા મળતાં નાના કણો પણ અસર કરે છે.
♦ પાલતુ પ્રાણીનાં વાળનાં સંપર્કમાં આવવાથી પણ નુકસાન થાય છે.
♦ ઘરમાં જોવા મળતી સફેદ ફુગ પણ અસર કરે છે.
♦ પીડિતોને આખું વર્ષ છીંક આવતી હોય છે.