Halvad,તા.10
હળવદમાં જીઆઈડીસી પાછળ દરોડો પાડી જુગાર રમતા બે મહિલા સહિત પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં.હળવદ પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ પર છેલ્લા ઘણા સમયથી રીતસરની તવાઈ બોલાવવામાં આવી છે અને ધડાધડ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ત્યારે આજે હળવદ શહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે હળવદ પોલીસે દરોડો પાડયા હતાં.જેમાં જુગાર રમતા ઇકબાલભાઈ ગુલામભાઈ કટીયા, રાણાભાઈ વિરાભાઈ સોલંકી, કાસમભાઈ ઇસાકભાઈ સંધવાણી,ગીતાબેન વિનુભાઈ પ્રધાનભાઈ સોલંકી, જયાબેન કેશુભાઈ અમરશીભાઈ ગોઢણીયાને રોકડ રૂ।.13,950 સાથે હળવદ પોલીસે ઝડપી લીધા હતા. તેમજ પોલીસે જુગારધારા મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

